સુરેન્દ્રનગર જિલ્લા સહકારી બેંકના ડીરેકટરોની ચૂંટણીમાં હળવદના ઉમેદવાર બિનહરીફ થયા

- text


૧૧ ડિરેક્ટરોની ચૂંટણી ૨૭મી ઓગસ્ટે યોજાનાર છે, તે પહેલાં ૧૦ ઉમેદવારો બિનહરીફ થયા

હળવદ: સુરેન્દ્રનગર જિલ્લા સહકારી બેંકની આગામી ૨૭મી ઓગસ્ટે ૧૧ ડીરેકટરો માટેની ચૂંટણી યોજાનાર છે જોકે ચૂંટણી યોજાય તે પૂર્વે જ અત્યાર સુધીમાં ૧૦ ઉમેદવારો બિનહરીફ થયા છે. જેમાં હળવદના ઉમેદવારનો પણ સમાવેશ થાય છે, જ્યારે એકમાત્ર ધાંગધ્રા બેઠકની ચૂંટણી યોજાનાર છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને સૌથી વધુ ધિરાણ કરતી મોટી સહકારી બેંકની ચૂંટણી વઢવાણ પ્રાંત અધિકારી અનિલ ગોસ્વામીની દેખરેખ હેઠળ યોજાઈ રહી છે જિલ્લા સહકારી બેંકમાં ૧૦ ડિરેક્ટરો ખેતી અને ૨ ડિરેક્ટરો બિનખેતીના મળી કુલ બોર્ડમાં ૧૨ ડિરેકટરોનું સંખ્યાબળ છે પરંતુ સાયલાની એક બેઠક ખાલી રહેતા ૧૧ બેઠક ઉપર ચૂંટણી યોજાઈ રહી છે. જો કે ૨૭મીએ ચૂંટણી યોજાય તે પૂર્વે ૧૧માંથી ૧૦ બેઠકો બિનહરિફ થઈ છે, જ્યારે એક માત્ર ધાંગધ્રા બેઠક પર ચૂંટણી જામશે.

- text

હળવદ તાલુકાના અજીતગઢ ગામે રહેતા વાલજીભાઈ પ્રભુભાઈ સંઘાણી છેલ્લા ચાર ટર્મથી જિલ્લા સહકારી બેંકમાં ડિરેક્ટર પદે ચૂંટાઈ આવે છે. જો કે આ ટર્મમાં પણ વાલજીભાઈ સુરેન્દ્રનગર જિલ્લા સહકારી બેંકની ચૂંટણીમાં બિનહરીફ થયા છે. વાલજીભાઈ બિનહરીફ થતા પૂર્વ મંત્રી જયંતીભાઇ કવાડીયા, હળવદ તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઈ સંઘાણી, ભાજપ મંત્રી નયનભાઈ પટેલ, હળવદ એપીએમસીના ચેરમેન રણછોડભાઈ પટેલ, તાલુકા ભાજપ મહામંત્રી દેવશીભાઈ દલવાડી, મોરબી જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ચંદુભાઈ શીહિરો, મનસુખભાઇ એરવાડીયા, જીલ્લા ભાજપ મહામંત્રી ઘનશ્યામભાઈ ગોહિલ, હળવદ તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન શૈલેષભાઇ રૂપાલા, એપીએમસીના પૂર્વ ચેરમેન અરમસીહભાઈ ભોરણીયા, સોમાભાઇ કોળી, સુખુભા ઝાલા, બનાભાઈ રાજપૂત, નરેન્દ્રસીંહ રાણા, વિનુભાઈ વામજા સહિતનાઓએ અભિનંદન પાઠવ્યા હતા.

- text