મોરબી જિલ્લાના ઘોડાધ્રોઈ, બંગાવડી અને મચ્છુ-3 ડેમ ઓવરફ્લો થયા

- text


જ્યારે મચ્છુ-2 ડેમ 47 ટકા, મચ્છુ-1 ડેમ 46 ટકા ભરાયો

મોરબી : મોરબી જિલ્લામાં સતત બે દિવસથી સારા વરસાદના પગલે મોટાભાગના ડેમોમાં પાણીની આવક નોંધાય છે. જેમાં મોરબી જિલ્લાના 10 ડેમોમાંથી 3 નાના ડેમ આજે ઓવરફ્લો થઈ ગયા છે. જેમાં મોરબીના ઘોડાધ્રોઈ, ટંકારાના બંગાવડી અને મોરબીના મચ્છુ-3 ડેમનો સમાવેશ થાય છે.

13 ઓગસ્ટ સાંજના 5.30 વાગ્યાની સ્થિતિ મુજબ મોરબીના ઘોડાધ્રોઈ ડેમ ઓવરફ્લો થતા તેનો એક દરવાજો 0.25 ફૂટ ખોલવાની ફરજ પડી હતી. જ્યારે મચ્છુ 3 ડેમ પણ ઓવરફ્લો થતા 1 દરવાજો 4 ઇંચ ખોલવામાં આવ્યો હતો. જ્યારે હળવદનો બ્રાહ્મણી 2 ડેમ પણ ઓવરફ્લો થવાની તૈયારીમાં હોવાનું ડેમના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. તેમજ ટંકારાનો બંગવાડી ડેમ પણ ઓવરફ્લો થઇ રહ્યો છે. આ ચારેય ડેમ હેઠળના નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જ્યારે સાંજના 5.30 વાગ્યા સુધીની અન્ય ડેમોની વિગત જોઈએ તો ડેમી ૩ ડેમ 36 ટકા ભરાયો છે. જ્યારે મચ્છુ-2 ડેમ 47 ટકા, મચ્છુ-1 ડેમ 46 ટકા, ડેમી-2 ડેમ 68 ટકા, ડેમી-1 ડેમ 61 ટકા, બ્રાહ્મણી-1 ડેમ 41 ટકા ભરાયો છે. હાલ હજુ ડેમોમાં ધીમી ધારે પાણીની આવક ચાલુ છે.

- text

- text