મતદાર યાદીમાં નોંધણી તથા સુધારણા કાર્ય ઓનલાઇન કરવા ચૂંટણી પંચની અપીલ

- text


મોરબી : કોરોના વાયરસના સંક્રમણના સમયમાં ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને લગતી સેવાઓ ઓનલાઈન કરવામાં આવી રહી છે. મતદારો ઘરે બેઠા નેશનલ વોટર સર્વિસ પોર્ટલ એટલે કે www.nvsp.in પર મતદાર યાદીમાં નામ નોંધણી માટે અરજી, નામની ચકાસણી, નામ કમી કરાવવા માટે અરજી, વિગતમાં ફેરફાર માટે અરજી થઇ શકશે. તેમજ મતદાન મથક, બી.એલ.ઓ. અને મતદાર નોંધણી અધિકારીના નામ, સંપર્ક અને અન્ય વિગત વેબસાઈટ પર ઉપલબ્ધ છે. તેમ, રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીએ જણાવેલ છે.

- text

- text