મોરબીમાં ચા પાર્સલથી વેચવાની મંજૂરી આપવા માલધારી સેનાની માંગ

- text


મોરબી : ગુજરાત માલધારી સેનાએ દ્વારા મોરબીમાં ચા પાર્સલ વેચવાની મંજૂરી આપવા માંગ ઉઠી છે. આ બાબતે સંગઠનના પ્રમુખ ધારાભાઈ રબારીએ ઇમેઇલના માધ્યમથી જિલ્લા કલેક્ટર જે. બી. પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

આ લેખિત રજુઆતમાં જણાવાયું છે કે વૈશ્વિક મહામારી કોવીડ-19ના કારણે તંત્ર દ્વારા પ્રજાહિતના નિર્ણયો લેવામાં આવે છે. જે સરાહનીય છે. પરંતુ માલધારી સમાજના 30% જેટલા લોકો ચા વેચવાના વ્યવસાય પર ગુજરાન ચલાવે છે. હાલમાં ચાની લારીઓ પર પ્રતિબંધ હોવાથી તેઓ આર્થિક પરેશાનીનો સામનો કરે છે. હાલમાં જે રીતે માસ્ક તથા સોસીયલ ડીસ્ટન્સના પાલન સાથે પાન-માવાના પાર્સલના વેચાણ પર છૂટ આપવામાં આવી છે, તે રીતે ચા પાર્સલના વેચાણની છૂટ આપવામાં આવે. જેથી, તેઓ જીવન નિર્વાહ કરી શકે, તેવી અપીલ કરવામાં આવી છે.

- text

- text