રવિવાર રેકડબ્રેક : મોરબી જિલ્લામાં પોલીસ, સરકારી કર્મી અને ડોકટર સહિત 9 લોકો થયા સંક્રમિત

- text


મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંકડો થયો 111

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. જેમાં આજે રવિવારે સવારે મોરબી જિલ્લામાં કોરોનાના વધુ 9 કેસ સામે આવ્યા છે. જેમાં મોરબીના પોલીસ કર્મચારી તથા સરકારી કર્મી અને એક ડોકટર સહિત 7 વ્યક્તિઓ કોરોનાથી સંક્રમિત થયા છે અને આ ઉપરાંત ટંકારામાં 1 તથા વાંકાનેરના એક કેસ નોંધાયા છે. આજે રવિવારના 9 કેસની સાથેની મોરબી જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 111 પર પહોંચ્યો છે.

મોરબી જિલ્લામાં આજે રવિવારે સવારે 11 વાગ્યાની આસપાસ 9 વ્યક્તિઓના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. આ કોરોનાના કેસની વિગત જોઈએ તો મોરબી શહેરની કડીયા કુંભાર શેરીમાં રહેતા વ્યમિશભાઈ ચતુરભાઈ કડીયા ઉ.48, મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ શિવ પેલેસમાં રહેતા મનહરભાઈ ઝાલરીયા ઉ.56, મોરબી મકારાણીવાસમાં રહેતા તથા પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી સલીમભાઈ અજીજભાઈ મકરાણી ઉ.54, મોરબી શહેરના નવા ડેલા રોડ ઉપર આવેલ રાવલ શેરીમાં રહેતા ડોક્ટર મહંમદભાઈ આરીફભાઈ વાડેવરિયા ઉ.45, મોરબીના શનાળા ગામે જીઈબી સ્ટ્રીટ પાસે રહેતા ગીતાબેન વેલજીભાઈ શિરવી ઉ.64, વાંકાનેરમાં રહેતા દિલનવાઝબેન અહેઝાદ અહેમદ સૈયદ ઉ.61 નામના વૃદ્ધા અને ટંકારાના નેકનામ ગામે પટેલ સમાજની વાડી પાસે રહેતા અને મુંબઈમાં ટાઇલ્સના શોરૂમ સાથે સંકળાયેલા હસમુખભાઈ ભીમજીભાઈ ચીકાણીનો આજે કોરોના પઝોટિવ રિપોર્ટ આવ્યો છે. તેમજ મોરબીના સેવાદસન પાસે આવેલ લાલબાગમાં રહેતા સકારી કર્મચારી મનસુખભાઇ ભાડજા ઉ.58 અને તેમના પત્ની ગૌરીબેન મનસુખભાઇ ભાડજા ઉ.54 નો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આજના રવિવાર સવારે એક સાથે નવ કેસ કોરોનાના નોંધાતા મોરબી જિલ્લામાં કોરોના કેસનો કુલ આંકડો 111 થઇ ગયો છે.

- text

12 જુલાઇ રવિવારે નવા નોંધાયેલા કોરોના કેસની વિગત..

1) મોરબી શહેર, કડીયા કુંભાર શેરી : વ્યમિશભાઈ ચતુરભાઈ કડીયા, ઉ.48

2) મોરબી શહેર, રવાપર રોડ, શિવ પેલેસ : મનહરભાઈ ઝાલરીયા ઉ.56,

3) મોરબી શહેર, મકારાણીવાસ : પોલીસ કર્મચારી સલીમભાઈ અજીજભાઈ મકરાણી ઉ.54,

4) મોરબી શહેર, નવા ડેલા રોડ, રાવલ શેરી : ડોક્ટર મહંમદભાઈ આરીફભાઈ વાડેવરિયા ઉ.45

5) મોરબી, શનાળા ગામ, જીઈબી સ્ટ્રીટ પાસે : ગીતાબેન વેલજીભાઈ શિરવી ઉ.64,

6) વાંકાનેર શહેર, આસિયાના સોસાયટી : દિલનવાઝબેન અહેઝાદ અહેમદ સૈયદ ઉ.61

7) ટંકારા તાલુકો, નેકનામ ગામ, પટેલ સમાજની વાડી પાસે : હસમુખભાઈ ભીમજીભાઈ ચીકાણી

8) મોરબી શહેર, સામાંકાંઠે, લાલબાગ સરકારી ક્વાર્ટર : મનસુખભાઇ ભાડજા ઉ.58

9) મોરબી શહેર, સામાંકાંઠે, લાલબાગ સરકારી ક્વાર્ટર : ગૌરીબેન મનસુખભાઇ ભાડજા ઉ.54

આજના રવિવાર સવારે એક સાથે નવ કેસ સાથે મોરબી જિલ્લામાં કોરોના કેસનો કુલ આંકડો 111 થયો

 


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

 

 

- text