ચરાડવામાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સો ઝબ્બે

- text


આરોપીઓ પાસેથી રોકડ રૂ. 10,200 તથા મોબાઈલ કબ્જે

હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામમાં છ શખ્સો જાહેરમાં જુગાર રમતા પકડાતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 10,200 તથા મોબાઈલ કબ્જે કર્યા છે.

- text

ગત તા. 9ના રોજ હળવદ પોલીસે ચરાડવા ગામે સુતાર શેરીમા પ્રવિણભાઇ રાધેશ્યામભાઇ બાવાજી વાળાના રહેણાંક મકાનની સામે રસ્તા પાસે ખુણામા ખુલ્લામા સ્ટ્રીટલાઇટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ. 10,200 તથા 4 મોબાઇલ ફોન કી.રૂ 7000 મળી કુલ 17,200 ના મુદામાલ કબ્જે કરવામાં આવ્યા હતા. તેમજ પોલીસે આરોપીઓ પ્રવિણભાઇ રાધેશ્યામભાઇ દેવમુરારી, સુરેશભાઇ પોપટલાલ જોષી, છગનભાઇ મોહનભાઇ માકાસણા, દિપકભાઇ દેવરામભાઇ નિમાવત, કમલભાઇ જીતેંદ્રભાઇ વ્યાસ તથા દિલીપભાઇ જેરામભાઇ સોનાગ્રા સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.

- text