દારૂના ગુનામાં છેલ્લા ચાર માસથી નાસતો આરોપી પકડાયો

- text


મોરબી : મોરબી પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં ચાર માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો.

ગઇકાલે પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફને ખાનગી રાહે મળેલ હકીકત આધારે પેરોલ ફર્લો સ્કવોડ ટીમે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબીશનના ગુન્હામાં ચાર માસથી નાસતા ફરતા આરોપી મનસુખભાઇ ઉર્ફે તાલો કેશાભાઇ ધણાદીયા (ઉ.વ. 30, રહે. સતાપર, તા. વાકાનેર)ને ગઇકાલે તા. 9ના રોજ તેના ગામ સતાપરથી લાવી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી અર્થે સોપેલ છે. આમ, પોલીસને છેલ્લા ચાર માસથી પ્રોહીબીશનના દારૂના કેશમાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલ છે.

- text

- text