મોરબીના ઇન્દીરાનગર વિસ્તારમાં વિદેશી દારૂની 30 બોટલ સાથે એક ઝડપાયો

- text


 

મોરબી : મોરબી બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે ઇન્દીરાનગર વિસ્તારમાં 30 ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એકને ઝડપી લીધો હતો.આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ઇન્દીરાનગર વિસ્તારમાં રહેતા હુશેનભાઈ હજીભાઈ કટિયા પોતાના રહેણાંક મકાન પાછળ આવેલી ઓરડીમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો લાવી વેચાણ કરતો હોવાની બાતમી મળતા બી ડિવિઝન પોલીસ સ્ટાફે તેના ઘરે દારૂની રેડ કરીને રૂ.9 હજારની કિંમતની 30 ઈંગ્લીશ દારૂની બોટલો સાથે આરોપી હુશેનભાઈ હજીભાઈ કટિયાને ઝડપી લીધો હતો.તેમજ રેડ દરમિયાન હાજર ન મળી આવેલ આરોપીઓ સાગરભાઈ કોળી અને ફારૂકભાઈ મોવર સામે ગુનો નોંધી આ બંનેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text