પતિ શારીરિક રીતે સક્ષમ ન હોવાના આક્ષેપનો મામલો : પતિએ પોલીસ સમક્ષ મેડિકલ સર્ટી રજૂ કરી બદનામીનું કાવતરૂ ગણાવ્યું

- text


 

ખોટી રીતે બદનામ કરીને પત્ની અને તેના પિતાએ પૈસાની માંગણી કર્યાની પતિની રાવ

મોરબી : મોરબીમાં રહેતી પત્નીએ વાંકાનેરમાં રહેતો તેનો પતિ શારીરિક રીતે સક્ષમ ન હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા. જો કે આ આક્ષેપ બાદ પતિએ પોલીસ સમક્ષ પોતે બધી રીતે સક્ષમ હોવાના મેડિકલ સર્ટિફિકેટ સાથે અરજી કરી છે. જેમાં તેને અગાઉ પત્નીએ કરેલો આક્ષેપ બદનામ કરવાનું કાવતરૂ ગણાવ્યો હતો. અને પત્ની તેમજ તેના પિતા વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

વાંકાનેરના યુવક હિરેન પ્રવીણભાઈ પાઠક દ્વારા પોતે તમામ રીતે શારીરિક રીતે સક્ષમ હોવાનું સરકારી મેડિકલ સર્ટી સાથે એસપી અને ડીવાયએસપીને લેખિત અરજી કરી છે. જેમાં જણાવાયુ છે કે મોરબીના શનાળા રોડ પર આવેલા યદુનંદન પાર્કમાં રહેતા સુરેશભાઈ ભટ્ટની પુત્રી પૂજા સુરેશભાઈ ભટ્ટ સાથે ૧૫ /૦૫/૨૦૨૦ ના રોજ લોકડાઉન દરિમયાન ઘરના સભ્યોની હાજરીમાં એકબીજાની ઇચ્છાથી રીત રિવાજ અનુસાર લગ્ન થયા હતા જેમાં સામાજિક રિવાજ મુજબ દસ દિવસ બાદ પિતાના ઘરે જવાનું કહી મારી પત્ની પૂજા મોરબી આવી ગઈ હતી અને બાદમાં તેના પિતા અને મારા પિતાએ વાત કરતા અપમાનજનક ભાષામાં વાત કરી હતી.

- text

જેમાં તેના પિતા સુરેશભાઈ દ્વારા સગા વહાલા મારફતે રોકડ રકમ અને એક મકાન લઈ દો એટલે છૂટાછેડા કરી નાખીએ અને જો તેવું નહિ કરો તો તમારા દીકરાને બદનામ કરી નાખીશું તેવી ધમકી આપી હતી. બાદમાં તેઓ પતિ પુરુષમાં ન હોવાની ખોટી અરજી મહિલા પોલીસમાં આપી હતી. આમ તેઓને પત્ની અને તેના પિતા દ્વારા ખોટી રીતે બદનામ કરવામાં આવ્યા હતા. જોકે યુવકે આ બાબતે સરકારી મેડિકલ સર્ટિફિકેટ રજુ કરી તેની પત્નીએ કરેલા ગંભીર આક્ષેપો ખોટા હોવાની સાબિતી આપીને પોલીસમાં પોતાનાને પૈસા પડાવવા અગાવ આપેલી ધમકી મુજબ બદનામ કર્યા હોવાથી તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે લેખિતમાં ફરિયાદ આપી છે.

- text