મોરબી બાયપાસના ખાડા-ખબડાવાળા પુલને કારણે ટ્રાફિકજામની સમસ્યા કાયમી બની

- text


દરરોજ ટ્રાફિકજામમાં અટવાતા વાહનચાલકો : વહેલી તકે પુલના ખાડાનું સમારકામ કરવાની વાહનચાલકોની માંગ

મોરબી : મોરબી બાયપાસ પરના ખરાબ પુલને કારણે ટ્રાફિકજમની સમસ્યા કાયમી બની છે. દરરોજ ટ્રાફિકજામ સર્જાય છે. પરિણામે વાહનચાલકો ખાસ્સો સમય ટ્રાફિકજામમાં અટવાય છે. આજે સવારે પણ અહીંયા ટ્રાફિકજામ સર્જાયો હતો. જેથી, વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. આથી, ખાડાખબડાવાળા પુલનું સંબધિત તંત્ર વહેલી તકે રિપેરીગ કામ કરે તેવી વાહનચાલકોએ માંગ ઉઠાવી છે.

મોરબી બાયપાસ ઉપર આરટીઓ કચેરી અને ઉંદરડી માતાજીના મંદિર નજીક આવેલો પુલ ખાડાઓને કારણે અત્યંત ખરાબ બની ગયો છે. આ બાયપાસ પરના પુલમાં ઠેરઠેર ખાડા પડી ગયા છે. તેમાંય હાલ વરસાદની સિઝન હોય પાણી ભરેલા હોવાથી પુલ પરના ખાડા જોખમી બની ગયા છે. ખાડા ખબડાઓ જો તરવવામાં વાહન ચાલક અજાણતા કોઈ ગફલત કરો બેસો તો તેમના પરિસ્થિતિ જોખમી બની છે. આથી, વાહનચાલકો ખાડાથી બચીને ચાલતા હોય વાહન ધીમી ગતિએ ચાલતા હોવાથી ટ્રાફિકજામ સર્જાય છે. આ પુલ પર ખાડાઓને કારણે ટ્રાફિકજમની સમસ્યા કાયમી બની ગઈ છે. તેથી, વાહનચાલકો મુશ્કેલીમાં મુકાય છે. આજે સવારે પણ પુલ પર ટ્રાફિકજામ સર્જાયો હતો. ટ્રાફિકજામ થવાથી વાહનોની લાંબી લાઈનો લાગી હતી. જેથી, વાહનચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા. જોકે દરરોજ સવારે ટ્રાફિકજમની સમસ્યા થતી હોવાથી તંત્ર વહેલી તકે આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ કરે તેવી માંગ ઉઠી છે.

- text

- text