મોરબી : લોહાણા સમાજના નાગદેવતાના સ્થાનકે આ વર્ષે નાગપંચમીની પૂજા મોકૂફ રખાઈ

- text


મોરબી : મોરબીના લોહાણાપરા શેરી નંબર 1 માં પુરીમાં નિવાસ્થાનમાં આવેલા 110 વર્ષ પ્રાચીન નાગદેવતાના સ્થાનકે આ વર્ષે અષાઢ વદ પાંચમના દિવસે નાગપંચમીની પૂજા મોકૂફ રાખવામાં આવેલ છે. કોરોનાની મહામારીને ધ્યાને લેતા વધુ લોકો એકત્રિત થવા પર નિષેધ હોય અને એ ઇચ્છનીય પણ હોય ત્યારે સરકારના આદેશ અનુસાર આ વર્ષની પૂજા મોકૂફ રાખવામાં આવી છે. જેની સમસ્ત લોહાણા સમાજે નોંધ લેવા એક યાદીમાં જણાવાયું છે.

- text