મોરબી જિલ્લામાં કોરોનાના વધુ 2 પોઝિટિવ કેસ : આજના કુલ કેસ 4 થયા

- text


વસંત પ્લોટના કોરોનાગ્રસ્ત દર્દીના ભાઈ અને પિતા બાદ સસરાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો : વાંકાનેરના જોધપર ગામના વૃદ્ધ પણ કોરોનાની ઝપટે

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસો સામે આવવાનો સિલસિલો થોભવાનું નામ લેતો નથી. આજે સવારે બે પોઝિટિવ કેસો નોંધાયા બાદ સાંજે બીજા નવા બે પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમા બન્ને દર્દી વૃદ્ધ છે એક મોરબીના છે અને બીજા વાંકાનેર તાલુકાના છે.

મોરબીમાં કોરોના વાયરસનો કહેર યથાવત રહ્યો છે. આજે બુધવારે બપોર કોરોનાગ્રસ્ત દર્દીના ભાઈ અને પિતા એમ એક સાથે બે લોકોના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ ફરી અત્યારે સાંજના સમયે બે લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાનું આરોગ્ય તંત્રએ જાહેર કર્યું છે. જેમાં એક દર્દી મોરબીના હરિ વીલા, ખારાકુવા વાળી શેરી, જુના બસસ્ટેન્ડ પાસેના વિસ્તારના છે. જેમનું નામ જયંતીભાઈ મણિભાઈ માંડલિયા ઉ.વ. 65 છે. આ દર્દી કોરોના પોઝિટિવ હિતેશભાઈ રાણપરાના સસરા છે.

- text

અગાઉ કોરોનાગ્રસ્ત દર્દીના ભાઈ અને પિતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમના સસરાનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે અત્યારનો બીજો કેસ વાંકાનેર તાલુકાનો છે. જેમાં જોધપર ગામના ગોવિંદભાઇ હમીરભાઈ ટોલીયા ઉ.વ.63નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યારના બે કેસ ઉમેરતા જિલ્લાના કુલ કેસનો આંક 67એ પહોચ્યો છે.

આજના કોરોના પોઝિટિવ કેસોની વિગત

1) ભરતભાઇ દયાળજીભાઇ રાણપરા ઉ.વ.57 : વસંત પ્લોટ-10, મોરબી ( પોઝિટિવ દર્દી હિતેશભાઈના ભાઈ)

2) દયાળજીભાઈ મણીલાલ રાણપરા ઉ.વ.74 : વસંત પ્લોટ-10, મોરબી( પોઝિટિવ દર્દી હિતેશભાઈના પિતા)

3) જયંતીભાઈ મણિભાઈ માંડલિયા ઉ.વ. 65 :
હરિ વીલા, ખારાકુવા વાળી શેરી, જુના બસસ્ટેન્ડ પાસે, મોરબી ( પોઝિટિવ દર્દી હિતેશભાઈના સસરા)

4) ગોવિંદભાઇ હમીરભાઈ ટોલીયા ઉ.વ.63, જોધપર (જૂનું ગામ), વાંકાનેર

મોરબી જિલ્લામાં કુલ કેસ : 67


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text