હળવદમાં ઘર પાસે કચરો નાખવા મામલે મારામારી : બે મહિલાઓને ઇજા

- text


બે મહિલા સહિત ચાર સામે માર માર્યાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

હળવદ : હળવદમાં ઘર પાસે કચરો નાખવા મામલે પાડોશીઓ વચ્ચે મારામારી થઈ હતી. આ મારામારીમાં બે મહિલાઓને ઇજા થઇ હતી. આ બનાવ બાદ બે મહિલા સહિત ચાર સામે માર માર્યાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. હળવદ પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરિયાદી સુભાનબેન મયુદીનભાઇ દિવાન (ઉવ ૪૩ ,રહે ભવાનીનગર ઢોરામા હળવદ) એ આરોપીઓ ચંદ્રીકાબેન મુકેશભાઇ, મુકેશભાઇ, હસલો નગીનભાઇ, સમજુબેન નિલેશભાઇ ઉર્ફે લીલાભાઇ (રહે બધા ભવાનીનગર ઢોરામા હળવદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૪ ના રોજ બપોરના સવા બાર સાડા બારેક વાગ્યાના સુમારે ફરીયાદીના ઘરમા તેની બાજુમા રહેતા આરોપી મુકેશભાઇની છોકરીઓ નામે જાગ્રુતી તથા રેણુકા ગંદો કચરો નાખતા હોય જે બાબતે ફરીયાદી તથા સાહેદ ઉર્જાબેન કહેવા જતા જે બાબતેનુ આરોપીઓએ મનદુખ રાખી ફરીયાદી તથા સાહેદને ગાળો આપી મારી નાખવાની ધમકી આપી આરોપી ચંદ્રીકાબેને ધોકા વતી તથા આરોપી મુકેશભાઇએ પાઇપ વતી તથા આરોપી હસલો નગીનભાઇએ ધોકા વતી ફરીયાદીને હાથે તથા પગે અને શરીરે મારી ડાબા પગમા ફેકચર જેવી ઇજા કરી હતી. તથા સાહેદ ઉર્જાબેનને પણ શરીરે સામાન્ય ઇજા કરી તથા આરોપી સમજુબેને પણ ફરીયાદીને શરીરે ઢીકા પાટુનો માર માર્યો હતો.

- text