મોરબીના સોઓરડી વિસ્તારમાં તંત્રના પાપે ગંદકીના ગંજ ખડકાયા

- text


પાલિકા તંત્ર સો ઓરડી વિસ્તારમાં સફાઈ મામલે ઓરમાયું વર્તન રાખતું હોવાનો સ્થાનિકોએ બળાપો ઠાલવ્યો

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ સોઓરડી વિસ્તારમાં પાલિકા વર્ષોથી સફાઈ મામલે ધ્યાન આપતું ન હોવાથી ગંદકીના ગંજ ખડકાયા છે. હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે. ત્યારે ગંદકીના ગંજમાં વરસાદ પડવાથી ગંદકીની સમસ્યા વધુ ગંભીર બને તેવી ભીતિ છે. જો કે પાલિકા તંત્ર સો ઓરડી વિસ્તારમાં સફાઈ મામલે ઓરમાયું વર્તન રાખતું હોવાનો સ્થાનિકોએ બળાપો ઠાલવ્યો છે.

મોરબીના સામાકાંઠે આવેલ સોઓરડી વિસ્તારમાં વર્ષોથી પાલિકા તંત્ર સફાઈ મામલે ઘોર ઉપેક્ષા દાખવી રહ્યું છે. પરિણામે જ્યાં ત્યાં કચરાના ગંજ અને રોડની યોગ્ય સફાઈ થતી નથી. તેથી, કચરાના જ્યાં ત્યાં ઢગલા જોવા મળે છે અને રોડ ઉપર પણ ધૂળના ગંજ હોવાથી આખો દિવસ સતત ધૂળની ડમરીઓ ઊડતી રહે છે.

- text

જ્યારે સોઓરડી વિસ્તારમાં આવેલ શૌચાલય લાંબા સમયથી બંધ હાલતમાં છે. તેથી, આ સ્થળ અવાવરું બની જતા અહીં ગંદકીના ગંજ ખડકાયા છે. શૌચાલય પાસે કચરાના ગંજ ખડકાયા હવા છતાં તંત્ર આ કચરાનો યોગ્ય નિકાલ કરવામાં ભારે બેદરકારી દાખવતું હોવાની સ્થાનિકોએ ફરિયાદ ઉઠાવી છે. યોગ્ય સાફ સફાઈના અભાવે બેસુમાર ગંદકી ફેલાય રહી છે. જેથી, સ્થાનિકોને ભારે હેરાનગતિ ભોગવવી પડે છે. જોકે આ વિસ્તારની એકદમ નજીક જિલ્લા કલેકટર કચેરી તથા એસપીની કચેરીઓ આવેલી છે. તેમ છતાં તંત્ર આ વિસ્તારમાં ગંદકીનો પ્રશ્ન હલ કરવામાં ભારે નીંભરતા દાખવતું હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

- text