મોરબી : આર્યુવેદીક વૃક્ષ કાપી નખાતા વૃક્ષને શ્રદ્ધાંજલિ આપી અનોખો વિરોધ કરાયો

- text


પર્યાવરણપ્રેમીઓએ વૃક્ષના થડને હાર પહેરાવીને શ્રદ્ધાંજલિ આપી

મોરબી : મોરબી પીજીવોસીએલ તંત્ર દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી માટે નડતરરૂપ વૃક્ષની ડાળખીઓ કાપવાને બદલે અમુક જગ્યાએ વૃક્ષોનો સોથ વાળી દીધો છે. ત્યારે આર્યુવેદીક હોસ્પિટલમાં આર્યુવેદીક દ્રષ્ટિએ ખૂબ મહત્વ ધરાવતું અલભ્ય વૃક્ષને કાપી નાખવાનો પર્યાવરણ પ્રેમીઓએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. જેમાં વૃક્ષના કપાયેલા થડને હાર પહેરાવીને ભારે હૈયે શ્રદ્ધાંજલિ આપી છે.

- text

મોરબી પીજીવોસીએલ તંત્ર દ્વારા થોડા સમય પહેલા પ્રિ-મોન્સૂન કામગીરી માટે વૃક્ષોની ડાળખીઓ કાપવાને બદલે સામાકાંઠે આર્યુવેદીક હોસ્પિટલમાં આવેલ અલભ્ય આયુર્વેદિક વૃક્ષ શીમળોને સહિતના વર્ષો જુના અલભ્ય વનસ્પતિના બે વૃક્ષોને થડમાંથી કાપી નાખવામાં આવ્યા હતા. આથી આ બન્ને વૃક્ષના માત્ર હવે થડ જ બચ્યા છે. હવે આ વૃક્ષો ફરી ઘટાદાર થતા વર્ષો વીતી જાય છે. આ અલભ્ય વૃક્ષો છે. ખાસ કરીને શિમળો વૃક્ષ બહુ જ ઓછી જગ્યાએ હોય છે. આ એવી આયુર્વેદિક વનસ્પતિ છે કે જેનાથી અસાધ્ય રોગો મટી શકે છે. ત્યારે આ વૃક્ષો કાપી નાખતા પર્યાવરણ પ્રેમીઓમાં તંત્ર સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા તંત્ર સામે અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં પર્યાવરણ પ્રેમીઓએ કપાયેલા વૃક્ષના થડને હારતોરા કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.

- text