મોરબી સ્થિત ITIમાં પ્રવેશ પ્રક્રિયા શરુ

- text


મોરબી : મોરબીમાં હળવદ રોડ પર મહેન્દ્ર ચોકડી ખાતે આવેલ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ITIમાં પ્રવેશ પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. ધો. 10 પાસ ઉમેદવારો માટે ડ્રાફ્ટમેન સિવિલ, ફીટર, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક, મિકેનિક મોટર વાહન, ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક, ઈલેક્ટ્રીશિયન, વેલ્ડર તથા કમ્પ્યુટર ઓપરેટરના વ્યવસાયની તાલીમ આપવામાં આવશે. પ્રવેશ ફોર્મ સાથે લીવીંગ સર્ટિફિકેટ, ધો. 8-9-10 પાસનું પ્રમાણપત્ર, SSC ટ્રાયલ સર્ટિફિકેટ, જાતિનો દાખલો, આવકનો દાખલો, આધારકાર્ડ, બેંક પાસબુકની નકલ તથા પાસપોર્ટ સાઇઝનો ફોટો જોડવાના રહેશે. તેમજ ઓરિજિનલ પ્રમાણપત્રો સાથે રાખવાના રહેશે. પ્રવેશ પ્રક્રિયા વખતે સોસીયલ ડિસ્ટન્સ સહિતની સરકારી ગાઈડલાઇનનું પાલન કરવાનું રહેશે. વધુ વિગત માટે જયેશ હળવદિયા 97121 57417, રવિરાજ પરમાર 98795 13271 તથા સુનિલ પરમાર 96011 00638નો સંપર્ક કરવાનો રહેશે.

- text