મોરબીના પીપળીયા ચાર રસ્તે CCI દ્વારા કપાસની ખરીદી ફરી ચાલુ કરવા માંગ

- text


મોરબી : ગુજરાત સરપંચ પરિષદના મોરબી જિલ્લા પ્રમુખ તથા ગુજરાત કિસાન સંગઠન માળીયા (મી.) તાલુકાના પ્રમુખ દ્વારા મોરબીના પીપળીયા ચાર રસ્તે CCI દ્વારા કપાસની ખરીદી ફરી ચાલુ કરવા બાબતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

- text

આ રજૂઆતમાં જણાવ્યા મુજબ મોરબી જીલ્લાના પીપળીયા ચાર રસ્તે સી.સી.આઈ. દ્વારા કપાસની ખરીદી ચાલતી હતી. ત્યાં અચાનક સી.સી.આઈ. દ્વારા કપાસની ખરીદી બંધ કરી દેતા આશરે 4000 થી 4500 જેટલા રજીસ્ટ્રેશન કરાયેલા ખેડુતોનો કપાસ વેચાણ થયેલ નથી. તો જો રજીસ્ટ્રેશન થયેલા ખેડુતોના કપાસ તાત્કાલીક ખરીદવામાં નહી આવે તો હાલ વરસાદની સીઝન ચાલી રહી હોવાથી આ તમામ ખેડુતોને મોટી નુકશાની વેઠવાનો વારો આવી શકે તેમ છે. જો આજથી 5 દીવસની અંદર સી.સી.આઈ. દ્વારા આ ખેડુતોનો કપાસ ખરીદવાનું ચાલુ કરવામાં નહી આવે તો હાલ ચાલી રહેલા કોરોનાની મહામારીમાં મોરબી જીલ્લાના ખેડુતો દ્વારા સરકારના કાયદાનું ન છૂટકે ઉલ્લંઘન કરી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. જેની સંપુર્ણ જવાબદારી સરકાર તથા તંત્રની રહેશે. તેમ રજુઆતમાં જણાવેલ છે.

- text