રવાપરમાં શુભ પેલેસ એપાર્ટમેન્ટ કન્ટેન્ટમેન્ટ ઝોન : 24 ફ્લેટના 80 લોકો હોમ ક્વોરોન્ટાઇન

- text


કોરોનાના એક પોઝિટિવ કેસને પગલે તંત્રએ તકેદારીના પગલાં લીધા

મોરબી : મોરબીના રવાપર ગામે આવેલા શુભ પેલેસ એપાર્ટમેન્ટમાં ગઈકાલે મોડી સાંજે એક કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર, નગરપાલિકા તંત્ર, પોલીસ સ્ટાફ અને રેવન્યુ સ્ટાફે આ વિસ્તારમાં તકેદારીના પગલાં લીધા હતા. જેમાં રવાપર ગામના શુભ પેલેસ એપાર્ટમેન્ટને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે અને શુભ પેલેસ એપાર્ટમેન્ટ કન્ટેન્ટમેન્ટ ઝોનના 24 ફ્લેટના 80 લોકો હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.

મોરબીના રવાપર ગામે શુભ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા હેમાંગભાઈ રજનીભાઇ વજરિયા (ઉ.વ. 47)ને કોરોના પોઝિટિવ આવ્યો છે. ગઈકાલે મોડી સાંજે આ કોરોનાનો પોઝિટિવ કેસ આવ્યા બાદ એસપી ડો. કરનરાજ વાઘેલા, પ્રાંત અધિકારી ખાચર, મામલતદાર જાડેજા, રોગચાળા નિયંત્રણ અધિકારી સી.એલ.વારેવડીયા, પીઆઇ ચૌધરી અને સરપંચ સહિતના શુભ એપાર્ટમેન્ટ ખાતે દોડી જઈને તકેદારીના પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરી છે.

- text

જેમાં શુભ પેલેસ એપાર્ટમેન્ટ કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. આ એપાર્ટમેન્ટની ફરતે આડશો લગાવીને અવરજવરની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. જેની સુરક્ષા બંદોબસ્ત માટે સ્થળ ઉપર પોલીસ છાવણી બનાવવામાં આવી છે અને આ એપાર્ટમેન્ટના ફ્લેટના 80 લોકોને હોમ કવરોન્ટાઈન કરવામાં આવ્યા છે. આ લોકોને તંત્ર દ્વારા સુરક્ષિત રીતે ઘરેબેઠા આવશ્યક સુવિધાઓ પુરી પાડવામાં આવશે.

- text