મોરબી : સીસીઆઈ દ્વારા ચાલતી કપાસ ખરીદીમાં દરરોજ 150 ખેડૂતોને બોલાવવાની માંગ

- text


જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલીયાની ઉચ્ચકક્ષાએ રજુઆત

મોરબી : મોરબી નજીક આવેલ પીપળીયા ચાર રસ્તા પાસે સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી થઈ રહી છે. જોકે હાલ બહુ જ ઓછા ખેડૂતોને બોલાવતા હોવાથી અનેક ખેડૂતો કપાસની ખરીદીથી વંચિત થઈ જાય તેવી નોબત આવી છે. આથી, જૂન મહિના પહેલા નોંધાયેલા તમામ ખેડૂતોને કપાસની ખરીદીનો લાભ મળે તે માટે આ સેન્ટરમાં દરરોજ 150 ખેડૂતોને કપાસની ખરીદી માટે બોલાવવાની માંગ સાથે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ ભારતીય કપાસ લી.ના અધિકારીને લેખિતમાં રજુઆત કરી છે.

- text

રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબી અને માળીયા તાલુકાના ખેડૂતોના કપાસની ટેકાની ખરીદી કરવા માટે સીસીઆઈ દ્વારા પીપળીયા ચાર રસ્તા પાસે રવિરાજ જીનીગ મિલમાં કપાસની ખરીદીનું સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. પણ સીસીઆઈ દ્વારા બહુ જ ઓછા ખેડૂતોને કપાસની ખરીદી માટે બોલાવવામાં આવે છે. જોકે કપાસની ખરીદી માટે 4500 ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયું છે. એની સામે દરરોજ માત્ર 25 થી 30 ખેડૂતોને કપાસની ખરીદી માટે બોલાવવામાં આવે છે. જો આ રીતે ધીમી ગતિથી કપાસની ખરીદી થશે તો અનેક ખેડૂતો લાભથી વંચિત રહી જશે અને જૂન માસ સુધીમાં કપાસની ખરીદી નહિ થાય તો ખેડૂતોના ઘરમાં રહેલો કપાસ ચોમાસામાં બગડી જવાની શક્યતા છે. તેથી, જૂન માસ પહેલા તમામ નોંધાયેલા ખેડૂતોના કપાસની ખરીદી થાય તે માટે પ્રક્રિયા વેગવાન બનાવવા દરરોજ 150 થી વધુ ખેડૂતોને કપાસની ખરીદીનો લાભ આપવાની તેમણે માંગ કરી છે.

- text