જીકીયારીમાં સબંધ રાખવા બાબતે કુટુંબીઓ વચ્ચે બઘડાટી

- text


મોરબી : મોરબી તાલુકાના જીકીયારી ગામમાં કાકા સાથે સંબંધ રાખવા બાબતે યુવક અને તેના દાદા સાથે મારામારી કરવામાં આવી હતી. આ બનાવની તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

જીકીયારી ગામમાં વણકરવાસમા પ્લોટ વિસ્તારમાં રહેતા નિલેશભાઇ મોહનભાઇ સોલંકી (ઉ.વ.૧૯, ધંધો-મજુરી)ના દાદાને દિનેશભાઇ કરશનભાઇ સોલંકી તથા લક્ષમણભાઇ કરશનભાઇ સોલંકીના કાકા સાથે સબંધ હોય. જે દિનેશભાઇ તથા લક્ષ્મણભાઈને ગમતુ ન હોય. તેથી, તેઓ બન્નેએ ગત તા. 3ના રોજ સવારના નવ વાગ્યા આસપાસ નિલેશભાઈના દાદાને તેના કાકા સાથે સબંધ તોડવા કહીને નિલેશ તથા તેના દાદાને જેમ ફાવે તેમ ગાળો આપી હતી. તેમજ એકદમ ઉસ્કેરાઇ જઇ લાકડી વડે નિલેશભાઈ તથા અન્ય લોકોને માર માર્યો હતો. તેથી, નિલેશભાઈને જમણા હાથમા કોણીમા ફ્રેકચર જેવી ગંભીર ઇજા તથા અન્ય લોકોને મુંઢ ઇજા પહોંચી હતી. વધુમાં, હવે સબંધ રાખશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની પોલીસે નિલેશભાઈએ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text