મોરબી : PM આવાસના રહીશને વીજ જોડાણ મેળવવામાં હાલાકી

- text


મોરબી : મોરબીના ન્યુ રિલીફનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના મકાનમાં રહેતા મંજૂષાબેન હિરેનભાઈ પરમારએ નવા વીજ જોડાણની જરૂરીયાત હોવાથી PGVCLની કચેરીમાં વીજજોડાણ મેળવવા માટે અરજી ફોર્મ ભરી છેલ્લા 12 દિવસમાં ત્રણેક વખત ગયેલા પરંતુ કચેરીમાંથી અલગ-અલગ બહાના બતાવી અધિકારીઓ અરજી ફોર્મ લેતા નથી, ધક્કા ખવડાવે છે અને વીજ જોડાણ આપતા નથી. આ બાબત અંગે મંજૂષાબેનએ શનાળામાં PGVCL કંપનીના ડેપ્યુટી એન્જીનીયરને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે.

- text

તેઓએ આ લેખિત રજૂઆતમાં જણાવેલ છે કે વીજ જોડાણ વગર ખુબ જ મુશ્કેલી પડતી હોય છે. તાત્કાલીક લાઈટનું જોડાણ મળે તે હેતુથી કાયદાની જોગવાઈ થયેલ હોઈ તેવા સંજોગોમાં સરકાર તરફથી મકાનની સહાય આપવામાં આવેલ છે. ત્યારે રહીશની અરજીને દાખલ કરવાને બદલે કંપનીની તરફથી 3-3 ધકકા ખવડાવેલ છે. પરંતુ વીજ જોડાણ આપતા નથી અને બીનજરૂરી બહાના બતાવી બીનજરૂરી ખોટા કાગળોની માંગણી કરે છે. ત્યારે આ બાબતે PGVCL કંપનીને તાત્કાલીક નોટીસ કાઢી અરજદારને તાત્કાલીક વીજ જોડાણ આપવામા આવે તે પ્રકારની કાર્યવાહી હાથ ધરવા અપીલ કરવામાં આવેલ છે.

- text