મોરબીમાં પાન-માવા લેવા લોકોએ પડાપડી કરતા દુકાનો બંધ કરવી પડી

- text


પાન-માવા, તમાકુ, સિગરેટ લેવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા : હોલસેલ અને છૂટક પાન-માવાની દુકાનોને વેપારીઓ જ બંધ કરી દીધી : પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

મોરબી : લોકડાઉન-4માં સરકારે પાન-માવાની દુકાનોને ખોલવાની છૂટ આપતા સાથે લાંબા સમયથી પ્રતીક્ષા કરી રહેલા વ્યવસનીઓની ધીરજ ખૂટી ગઈ હતી અને મોરબી આજે અમુક હોલસેલ અને છૂટક પાન-માવાની દુકાનોમાં સવારથી મોટી ભીડ ઉમટી પડી હતી. જેથી સાવચેતીના ભાગ રૂપે થોડા સમયમાં જ વેપારીઓને દુકાનો બંધ કરવાની ફરજ પડી હતી.

- text

લોકડાઉનમ દરમિયાન કાળાબજારમાં પાન-માવા ખાતા વ્યસનીઓને લોકડાઉન-4 માં સરકારે રાહત આપી છે અને પાન-માવાની દુકાનો ખોલવાની છૂટ આપી છે. તેથી લાંબા સમયથી પ્રતીક્ષા કરતા વ્યસનીઓ આજે સવારે અમુક પાન-માવાની હોલસેલ અને છૂટક દુકાનો ખુલતાની સાથે પાન-માવા લેવા ઉમટી પડ્યા હતા. અને દુકાનોની બહાર ભારે ભીડ જામી હતી. જેના પગલે દુકાનદારોને થોડી જ વારમાં દુકાનો બંધ કરી દેવાની ફરજ પડી હતી. જેમાં સ્ટેશન રોડ ઉપરની દુકાનમાં ફૂલ ટ્રાફિક જઈ જતા દુકાનદાર પોતાની દુકાન બંધ કરીને ત્યાંથી નીકળી ગયા હતા. આ ભીડને પગલે પોલીસે પણ ચાંપતો બંદોબસ્ત મૂકી દીધો હતો.

- text