મોરબી : ખેડૂતોના આગોતરા વાવેતર માટે નર્મદાની બ્રાન્ચોમાંથી પાણી છોડવાની માંગ

- text


રાઘવજીભાઈ ગડારાની રજુઆતને સાંસદ મોહનભાઈ કુંડારિયાએ સરકાર સુધી પહોંચાડી

મોરબી : ચોમાસુ નજીક આવી રહ્યું છે. તેથી, ખેડૂતો અંગોતરા વાવેતરના આયોજનો કરતા હોય સિંચાઇ માટે પાણીની સખત જરૂર હોવાથી મોરબી જિલ્લા સહિત સૌરાષ્ટ્રની નર્મદાની બ્રાન્ચોમાંથી પાણી છોડવાની માંગ સાથે જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાએ સાંસદ મોહનભાઈ કુંડારિયાને રજુઆત કરી હતી. આથી, તેઓએ આ રજુઆતને સરકાર સુધી પહોંચાડી છે.જેમાં સાંસદ મોહનભાઇ કુંડરિયાએ સીએમને રજુઆત કરીને આગોતરા વાવેતર માટે સૌરાષ્ટ્રની બ્રાન્ચોમાંથી પાણી છોડવાની માંગ કરી છે.

- text

રજુઆતમાં જણાવ્યું હતું કે સ્થિતિને ધ્યાનમાં લઈ ખેડૂતો આગોતરુ આયોજન કરી શકે અને વાવેતર કરી શકે એટલા માટે સૌરાષ્ટ્ર બ્રાન્ચની (સૌની યોજના) નર્મદા કેનાલો ૨૫ મેથી શરૂ કરવી જોઈએ. એટલે ખેડૂતો આગોતરું વાવેતર કરી શકે. જેથી, કરીને ખેડૂતોને વરસાદ પહેલા કપાસ, મગફળી ઉગી જાય તો ખેડૂતોને વધારેમાં વધારે ઉત્પાદન આવતું હોય છે. તેથી, કરીને માળીયા બ્રાન્ચ અને મોરબી બ્રાન્ચ નર્મદા કેનાલમાં છેવાડા સુધી પાણી પહોચતા ઓછામાં ઓછા ૧૦ દિવસ લાગે છે. એટલે કે પાંચ જૂન સુધીમાં છેવાડાના ખેડૂતોનું વાવેતર પૂર્ણ થઈ શકે અને જૂન મહિનાની તા.૨૦ ની આજુબાજુ ચોમાસાનું આગમન થાય તે પહેલા ખેડૂતો નીંદામણ કરી શકે અને સારી ખેતી પણ કરી શકે. જેથી, ઉત્પાદનમાં પણ વધારો થઇ શકે એ માટે નર્મદાની સૌરાષ્ટ્ર બ્રાંચોમાં પાણી છોડવા અંગે મોરબી જીલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઈ ગડારાએ રજૂઆત કરતા સાંસદ મોહનભાઇ કુંડારિયાએ આ રજુઆત સરકાર સુધી પહોંચાડીને નર્મદાની સૌરાષ્ટ્ર બ્રાંચોમાં પાણી છોડવાની માંગ કરી છે.

- text