જામનગરમાં કોરોનાના કહેર વચ્ચે નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવતા ધરમપુરના વતની ડો. હિતેશ વાલેરા

- text


મોરબી : વૈશ્વિક મહામારી કોરોના વાયરસે ગુજરાતમાં પણ ભરડો લીધો છે. કોરોનના સંક્રમણને અટકાવવા ત્રીજી વખત લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. પરંતુ આ કોરોનાના સંકટ વચ્ચે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ તરીકે મેડિકલ સ્ટાફ સતત દિવસ-રાત ખડેપગે છે. તેમજ તેઓ જીવના જોખમે આઇસોલેશન વોર્ડમાં દાખલ કોરોનાના દર્દીઓનો ઈલાજ કરી રહ્યા છે.

- text

ત્યારે મોરબી જિલ્લાના ધરમપુર ગામના નાનજીભાઈ વાલેરાના પુત્ર ડો. હિતેશ વાલેરા પણ જામનગરમાં ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલમાં મેડિસિન ડોક્ટર તરીકે ફરજ નિભાવી રહ્યા છે. તેઓ કોરોના કહેર વચ્ચે કોરોનાના દર્દીઓની સારવાર કરી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. ત્યારે તેમના પરિવારે અને અનુસૂચિત સમાજે ગૌરવની લાગણી વ્યક્ત કરી તેમનું સ્વાસ્થ્ય સલામત રહે તેવી ભગવાનને પ્રાર્થના કરેલ છે.

- text