હાશકારો : મંગળવારે લેવાયેલા તમામ સેમ્પલ નેગેટિવ

- text


મોરબી જિલ્લાના ચાર શંકાસ્પદ લોકો અને વાંકાનેરના રિજેક્ટ થયેલા 3 લોકોના ફરીથી સેમ્પલ લેવાયા હતા

મોરબી : મોરબી જિલ્લાના 4 લોકોના કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમના મંગળવારે સેમ્પલ લેવાયા છે. આ ઉપરાંત વાંકાનેરના અગાવ રિજેક્ટ થયેલા 3 સેમ્પલ ફરીથી લેવાયા હતા. આ તમામનો રિપોર્ટ કોરોના નેગેટિવ આવતા તંત્રએ હાશકારો વ્યક્ત કર્યો છે.

- text

મંગળવારે મોરબી જિલ્લાના શંકાસ્પદ ચાર લોકોના લેવાયેલા સેમ્પલમાં મોરબીની ક્રિષ્ના હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ 25 વર્ષની મોરબી શહેરની યુવતી, 27 વર્ષના હરબટીયાળી (ટંકારા)ના યુવાન તેમજ રાજકોટ ક્રાઈસ્ટ હોસ્પિટલમાં સારવારમાં આવેલા 37 વર્ષેના મોરબીના ઘુંટુ ગામના યુવાન અને 60 વર્ષના મોરબી શહેરના વૃદ્ધનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વાંકાનેરના રિજેક્ટ થેયલા 3 લોકોના પણ ફરીથી સેમ્પલ લેવામાં આવ્યા છે. આ તમામના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો છે.

- text