જાહેરનામા ભંગ બદલ મોરબી જિલ્લામાં 9 મહિલા સહીત 27 સામે ગુન્હો નોંધાયો

- text


મોરબી : મોરબી જિલ્લામાં લોકડાઉન સંદર્ભે બહાર પાડેલા જાહેરનામા અંતર્ગત વિવિધ નિયમોનો ભંગ કરતા 9 મહિલાઓ સહીત કુલ 27 લોકો સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- text

મોરબી તાલુકામાં એક શખ્સને રૂ.4000ની કિંમતની 400 ફાકી સાથે તેમજ વાંકાનેર તાલુકામાં એક શખ્સને 1000 રૂપિયાની કિંમતની 5 કિલો દેશી તંબાકુ સાથે ઝડપી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે માળીયા।મી.માં 6 મહિલાઓ અને 20 પુરૂષોને જાહેરનામાનો ભંગ કરતા ઝડપી કલમ 188, 269, 114, તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51 બી મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી છે. જયારે હળવદમાં 3 મહિલા અને 2 પુરુષોને કલમ 188 અને 269 હેઠળ લોકડાઉન કાનૂનના ભંગ બદલ દંડિત કરવામાં આવ્યા હતા.

- text