ઘુનડા (સ.) ગામને ફરીવાર દવાનો છંટકાવ કરી સેનેટાઈઝ કરાયું

- text


હડમતીયા : કોરોના વાયરસની મહામારીને ધ્યાનમા લઇ મોરબી તાલુકાના ઘુનડા (સ.) ગામના સરપંચની કામગીરી ઉડીને આંખે વળગે તેવી રહી છે ત્યારે મોરબી જીલ્લાના અન્ય ગામોને પણ રાહ ચિંધતી કામગીરી નજર આવી રહી છે. ગ્રામ પંચાયતના સરપંચ પ્રવિણભાઈ કરશનભાઈ રંગપરીયાના રાહબર નીચે બજરંગ યુવક મંડળ દ્વારા ગામમાં ગઈકાલે ચોથી વખત દવા છંટકાવ કરી સેનેટાઈઝેશન કરાયું હતું. અને ગામની સ્વચ્છતા બાબતે તાસીર બદલી નાખી છે.

- text

ગામના સરપંચે આરોગ્યલક્ષી બાબતનો તમામ જશ ગામના બજરંગ યુવક મંડળને અર્પણ કર્યો છે. બજરંગ યુવક મંડળના ઉત્સાહી પ્રમુખ સોમનાથભાઈ મુળજીભાઈ શેરસીયા જણાવ્યું છે કે ગામની સ્વચ્છતા બાબતમાં અમો સરપંચની સાથે છીએ અને ગામના હિતમાં સાથે રહેશું. ઉલ્લેખનીય છે કે ગામમાં અગાઉ ત્રણ વખત સેનેટાઈઝેશન અને એક વખત ૩૫૦૦ માસ્કનું હોમ ટુ હોમ વિતરણ તેમજ ગામ ગોળવાઈથી ૪૦૦ મીટર બાવળ, બોરડી કે અન્ય કંટકો જેસીબી દ્વારા દુર કરી સફાઈ અભિયાન હાથ ધરેલ હતું.

- text