મોરબી : નવયુગ કિડ્ઝ કાર્નિવલનું પરિણામ જાહેર

- text


મોરબી : વ્યાપાર હોય કે ઉદ્યોગ, કલા હોય કે સાહિત્ય, શિક્ષણ હોય કે સંસ્કૃતિ કોઈપણ ક્ષેત્રમાં હંમેશા અગ્રેસર રહેતી મયુરનગરી મોરબીના બાળકોએ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન આયોજિત કિડ્ઝ કાર્નિવલમાં પોતાની આગવી પ્રતિભા ઝળકાવીને આ કાર્નિવલને ચાર ચાંદ લગાવી દીધા હતા. નવયુગ ગુપના આ કાર્નિવલમાં ઉત્સાહભેર જોડાઈને તેને સફળ બનાવનાર તમામ મોરબીના શહેરીજનોનો સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાએ આભાર વ્યક્ત કર્યો છે. તેમજ આ કાર્નિવલમાં એક સે બઢકર એક ઈનામોના હકદાર એવા પ્રતિભાશાળી વિજેતાઓના નામ જાહેર કર્યા છે.

કાર્નિવલ અંતર્ગત 3 થી 6 વર્ષના બાળકો માટે ડાન્સ, ડ્રોઇંગ અને વક્તૃત્વ એમ અલગ અલગ ત્રણ વિભાગોમાં કોમ્પિટિશનનું આયોજન થયું હતું. દરેક વિભાગમાં પ્રથમ વિજેતાને ઈલે. કિડ્ઝ કાર (કિ.રૂ. 13,000), દ્વિતીય વિજેતાને ઈલે. કિડ્ઝ બાઈક (કિ. રૂ. 9,000), તૃતીય વિજેતાને એન્ડ્રોઇડ ટેબ્લેટ (કિં.રૂ. 5,000), ચોથા ક્રમે વિજેતા થનારને સ્ટાઈલિશ સાઇકલ (કિં.રૂ. 4,000) તેમજ પાંચમો ક્રમ મેળવનાર વિજેતાને એજયુકેશનલ કીટ (કિ.રૂ. 1,000) આવા ધમાકેદાર ઇનામો સાથે બિરદાવવામાં આવશે.

- text

ડાન્સ કોમ્પિટિશનમાં પોતાની આગવી મોહક અદાથી નિર્ણાયકોને મંત્રમુગ્ધ કરી દેનાર વિજેતાઓના નામ અને કૃતિ

1. અદિતિ દેસાઇ – બેટી બચાવો
2. ઝારા મણવર – મુકુન્દા
3. જીયા ફૂલતરીયા – ફ્યુઝન
4. રાજલ દૂધરેજીયા – બોલાવો રે… ગરબા
5. મિહિત પટેલ – હિન્દી મિડીયમ

ડ્રોઈંગ કોમ્પિટિશનમાં પોતાના હાથના કરતબથી કલાના કામણ પાથરનાર પ્રતિભાશાળી વિજેતાઓ

1. દિષ્ટી કાસુન્દ્રા – કોરોના થીમ
2. ખુશ મેરજા – બજરંગબલી હનુમાન
3. રામ્યા લિખિયા – કુદરતી દૃશ્ય
4. હિવા કુંડારીયા – કોરોના અવેરનેસ
5. વેદ કાસુન્દ્રા – રાષ્ટ્રધ્વજ

વક્તૃત્વ કોમ્પિટિશનમાં પોતાની ધારાપ્રવાહ વાકછટા વડે શબ્દોની સરિતા રેલાવનાર વિજેતાઓ

1. પ્રિયાંશી મહેતા – કોરોના સામે જંગ
2. સમર્થ ભીલા – COVID-19
3. રીચા પંડ્યા – સેવ અર્થ
4. વંશ ગોધવિયા – Importance of Participation
5. મોક્ષા સંઘાણી – સ્વચ્છતા ત્યાં પ્રભુતા

આ તમામ વિજેતાઓને સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા તરફથી ખૂબ ખૂબ અભિનંદન તેમજ તેઓ જીવનના દરેક ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરે તેવી શુભકામના પાઠવેલ છે.

- text