મોરબી જિલ્લામાંથી લોકડાઉન છૂટમાં નિયમો ન પાળતા 11 દંડાયા

- text


મોરબી : લોકડાઉન 03માં ગ્રીનઝોન જાહેર થયેલા મોરબી જિલ્લામાં લોકડાઉનમાં શરતોને આધીન છૂટછાટ આપવામાં આવી છે. જે નિયમ-સૂચનનું પાલન ન કરતા 11 લોકો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

છૂટછાટનો ખોટો ગેરલાભ લઈ અથવા ખોટું અર્થઘટન કરી કેટલાક લોકો સરકારી નિયમોનો ભંગ કરી રહ્યા છે. આવા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. મોરબી જિલ્લામાંથી આ પ્રકારે સરકારી ગાઈડલાઈન્સનો ભંગ કરતા એક મહિલા સહીત કુલ 11 લોકો સામે કાયદેસરના પગલાં ભરવામા આવ્યા છે. મોરબી સીટી।બી.ડીવી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલા સહીત બે લોકો સામે, માળીયા મી.માં 1 સામે, વાંકાનેર તાલુકા મથક પોલીસ સ્ટેશનમાં 4 લોકો સામે જયારે હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ ચાર લોકો સામે કલમ 188 મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં દુકાનદારોએ મોં પર માસ્ક બાંધ્યા વગર વેપાર કરવો, રીક્ષા ડ્રાયવરો તેમજ મોટરસાયકલ ચાલકે પણ માસ્ક બાંધ્યા વગર મુસાફરી કરવી જેવા કારણોસર આ ગુન્હાઓ નોંધવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના નગણય કેસો જ આવ્યા છે ત્યારે મોરબી જિલ્લાને ગ્રીનઝોન હેઠળ સમાવવામાં આવ્યોઃ છે એવા સંજોગોમાં અમુક નાગરિકો નિયમભંગ કરીને અન્ય લોકોની સુરક્ષા સામે ખતરો બનતા હોવાથી પોલીસે આવા નાગરિકો સામે લાલ આંખ કરી છે.

- text