કોરોના અપડેટ : વાંકાનેરના કોરોનાગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવેલા બે તબીબ સહિતના ત્રણ લોકોના રિપોર્ટ નેગેટિવ

- text


કોરોના ગ્રસ્તની ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવાથી કોનાથી સંક્રમિત થયા તે જાણવું તંત્ર માટે પડકારજનક : અરુણોદય સોસાયટીને સેનીટાઇઝ કરીને ફરતે સીસીટીવી કેમરા ગોઠવ્યા

વાંકાનેર : મોરબી જિલ્લામાં ગઈકાલે કોરોનાની રી-એન્ટ્રી થઈ છે જેમાં વાંકાનેરમાં પેટ્રોલ પંપ ધરાવતા 62 વર્ષીય જીતુભા બી. ઝાલાને રાજકોટ સારવાર દરમિયાન કોરોના પોઝિટિવ હોવાનું જાહેર થયા બાદ સમગ્ર તંત્ર ઊંઘેકાંધ કામગીરીમાં વળગી ગયું છે જેમાં કોરોના ગ્રસ્ત વાંકાનેરની જે સોસાયટી રહેતા હતા તે અરુણોદય સોસાયટીને ગઈકાલે જ સિલ કરી દીધી હતી અને તેમના પરિવારજનો સહિતના સોસાયટીના 258 લોકોને હોમ કવરોન્ટાઈન કરી દીધા હતા.

કોરોના ગ્રસ્તની આવેલી વાડીના ચોકીદારને પણ હોમ કવરોન્ટાઈન કરી દીધા હતા. જ્યારે કોરોનાગ્રસ્ત દર્દીએ વાંકાનેરના બે ડોકટરો પાસે સારવાર કરાવી હોવાનું અને લેબોરેટરીમાં ટેસ્ટ પણ કરાવ્યો હોવાનું ખુલતાં તેમના સંપર્કમાં આવેલા વાંકાનેરના બે તબીબ ડો. જયવીરસિંગ ઝાલા અને ડો.અબુમિયા મસકપુત્રા તેમજ લેબોરેટરીયન પારસભાઈ વરણીયા અને તેના આસી.ને પણ હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે જોકે આ બન્ને ડોક્ટર અને લેબોરેટરીમયનના સેમ્પલ લઈને રીપોર્ટ માટે મોકલ્યા હતા.જે ત્રણેયના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.જે થોડા રાહતના સમાચાર છે. જિલ્લા આરોગ્ય તંત્ર , વાંકાનેર નગરપાલિકા તંત્ર , વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર વાંકાનેરમાં વધુ કોરોના સંક્રમિતના થાય તે માટે જરૂરી તમામ તકેદારીના પગલાં લઈ રહ્યું છે. જેમાં આજે વાંકાનેર પાલિકા તંત્રએ અરૂણોદય સોસાયટીને ફરીથી આખી સેનેટાઇઝ કરી હતી. તેમજ આરોગ્ય તંત્ર દ્વારા હોમ કવરોન્ટાઈન થયેલાના હેલ્થ ચેકઅપ સહિતની કામગીરી કરી હતી અને અરૂણોદય સોસાયટીમાં અવરજવરના પ્રતિબંધ લગાવી લીધા બાદ આખી સોસાયટીને કોર્ડન કરી લેવામાં આવી છે.

- text

વાંકાનેરમાં આજે એસપી ડો. કરનરાજ વાઘેલા સહિતના પોલીસ સ્ટાફે ચેકિંગ કર્યું હતું અને તે સોસાયટીની મુલાકાત લીધી હતી.તેમજ એસપીએ સહિતના પોલીસે માઇક ફેરવીને લોકોને લોકડાઉનનું પાલન કરવા અને ઘરોમાં જ સુરક્ષિત રહેવાની અપીલ કરી હતી.તેમજ આ સોસાયટી વાયરલેસ ટુકડી આવી પહોંચી છે.પોલીસે તંબુ તાણીને સોસાયટીમાં જ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે.આ સોસાયટીમાં અવરજવર રોકવા માટે ચાંપતી નજર રાખવા સોસાયટીની ફરતે સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. જોકે તંત્ર માટે સૌથી ગંભીર ચિંતા એ છે કે હજુ સુધી આ કોરોના ગ્રસ્તની ટ્રાવેલ હિસ્ટ્રી જાણવા મળી નથી તે કોનાથી કોરોના સંક્રમિત થયા એ હજુ સુધી જાણવા મળ્યું નથી. માત્ર હજુ તેમના સંપર્કમાં આવેલ લોકોની જ હજુ જાણકારી મળી રહી છે. કદાચ તેઓ વાંકાનેરમાં કોઈ કોરોના ગ્રસ્તથી સંક્રમિત થયા હોય તો એ વ્યક્તિ તો હજુ ખુલ્લામાં જ ફરતો હોય એવું કહી શકાય .જો એ વ્યક્તિ ખુલ્લામાં ફરતો હોય તો અન્યો માટે વધુ જોખમકારક હોય શકે છે. આથી તંત્ર માટે હાલ મૂળ સુધી પહોંચવું કઠિન છે.

- text