મોરબીથી 60 જેટલા પરપ્રાંતિયોએ સાઈકલ પર શરૂ કરી યુપી સુધીની સફર

- text


તંત્રએ મદદ ન કરતા પરપ્રાંતિયો જાતે જ સાઈકલ પર યુપી જવા રવાના થયા

વાંકાનેર : મોરબીમાં વસતા બહાર રાજ્યોના પરપ્રાંતિયોને તેમના વતન પહોંચડાવા માટે ટ્રેન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે આજે મંજૂરી વગર મોરબીથી 60 જેટલા પરપ્રાંતિયો સાયકલ પર યુપી જવા નીકળી પડ્યા હોવાની ચોંકાવનારી બાબતો સામે આવી છે. જેમાં તંત્ર કોઈ મદદ ન કરી હોવાની ફરિયાદ સાથે પરપ્રાંતિયો જાતે જ સાયકલ પર યુપી જવા રવાના થયા હોવાનું જાણવા મળ્યું છે.

- text

મોરબી જિલ્લામાં રોજીરોટી મેળવતા બહાર રાજ્યોના શ્રમિકોને લોકડાઉન-3 માં વતન જવાની છૂટ આપવામાં આવી છે અને આ માટે તંત્ર દ્વારા મંજૂરી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. તેમજ શ્રમિકોને હાલાકી ન પડે તે માટે તંત્ર દ્વારા મંજૂરી આપીને શ્રમિકોને વતન પહોંચાડવા માટે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. આમ છતાં પણ શ્રમિકો મંજૂરી વગર જાતે વતન જવા નીકળી જતા હોવાની ગંભીર ઘટના સામે આવી છે. જેમાં મોરબીથી સાયકલ પર યુપી જવા પરપ્રાંતિઓ રવાના થયા છે અને 60 જેટલા પરપ્રાંતિઓ સાયકલ પર વતન જવા નીકળ્યા છે. આ તમામ પરપ્રાંતિઓ મોરબી સિરામિક એકમના શ્રમિકો હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ પરપ્રાંતિઓ સાયકલ લઇ વાંકાનેર હાઇવે પરથી પસાર થયાં છે. આ પરપ્રાતિઓને વતન જવા અન્ય કોઈ વ્યવસ્થા ન હોવાથી નવી સાયકલની ખરીદી કરી વતનની વાટ પકડી છે. વાંકાનેર નેશનલ હાઇવે પરથી પસાર થયાં છે. તંત્ર દ્ધારા કોઈપણ પ્રકારની મદદ ન કરી હોવાની વાત સામે આવી છે.

- text