વાંકાનેર નજીક ઈકો અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત : દિયર-ભોજાઈનું મોત

- text


મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગુલામભાઇ પરાસરાના પારિવારિક ભત્રીજા અને ભત્રીજા વહુનું અકસ્માતમાં મૃત્યું થતા ભારે ગમગીની

વાંકાનેર : હાલ લોકડાઉન છે ત્યારે રોડ પર વાહનોની સંખ્યામાં ઘટાડો થયો છે ત્યારે કેટલાક વાહન ચાલકો આ સમયનો ફાયદો ઉઠાવીને બેફામ વાહન ચલાવતા હોય છે. તેવી એક દુર્ઘટના આજે વાંકાનેરથી રાજકોટ તરફ જતા રોડ પર સીંધાવદર ગામની નજીક આવેલ જેટકોના સબસ્ટેશન પાસે બની હતી. જેમાં બાઈકમાં આવતા દિયર-ભોજાઈનું મૃત્યુ થયું છે.

મળતી માહિતી મુજબ આજે વાંકાનેરથી રાજકોટ તરફ જતા રોડ પર સીંધાવદર ગામની નજીક આવેલ જેટકોના સબસ્ટેશન પાસે ઇકો અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. જેમાં રાજકોટ હોસ્પિટલે દવા લઈને પરત સિંધાવદર આવી રહેલ ઇરફાન હુસેનભાઈ પરાસરા અને તેમના ભાભી હુસેનાબેન શાહબુદ્દીનભાઇ પરાસરાને વાંકાનેર તરફ થી પૂરઝડપે આવી રહેલ ઈકો એ હડફેટે લીધા હતા. જેમાં હુસેનાબેન પરાસરાનું ઘટના સ્થળે જ મૃત્યું થયું હતું જ્યારે ઇરફાનભાઈ પરાસરા ને સારવાર અર્થે રાજકોટ લઈ જવામાં આવેલ અને ત્યાં ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતાં.

- text

આમ, સીંધાવદરમાં એક જ ઘરમાં બે મૃત્યું થતાં ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ હતી. મૃતક ઇરફાન હુસેનભાઈ પરાસરા મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગુલામભાઈ પરાસરાના કૌટુંબિક ભત્રીજા થાય છે. આ અકસ્માતની જાણ થતાં જ ગુલામભાઇ પરસરા, ધારાસભ્ય મહંમદ જાવેદ પિરઝાદા અને અન્ય સામાજિક અગ્રણીઓ હોસ્પિટલે દોડી આવ્યા હતા.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text