ટંકારા : પરશુરામજીને ધરાવેલો કાચી સામગ્રીનો અન્નકૂટ રાશનકીટ સ્વરૂપે ભૂદેવોને અર્પણ કરાયો

- text


 

ટંકારા : ટંકારાની બ્રહ્મસંસ્થાએ આગોતરા જાહેરાત કરી કોરોના ઈફેકટને કારણે ભગવાન પરશુરામજી જયંતિના તમામ ધાર્મિક સમારોહ રદ કર્યા હતા. આ વર્ષે બ઼હ્મસમાજ પ્રમુખે પરશુરામજીને પ્રસાદમાં અન્નકુટ રૂપે કાચુ રાશન ધરાવી જરૂરતમંદ ભૂદેવોને લોક પ્રસિદ્ધિની ખેવના રાખ્યા વગર ચૂપચાપ અર્પણ કર્યું હતું.
ટંકારા બ઼હ્મસમાજ દ્વારા દર વર્ષે અક્ષય તૃતિયા (અખાત્રીજે) સમગ્ર પંથકના બ઼હ્મસમાજના  તમામ ભૂદેવો સાથે ઍક જ છત્ર હેઠળ એકઠા થઇ બ્રાહ્મણોના આરાધ્યદેવ અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ગણાતા ભગવાન પરશુરામજીના જન્મોત્સવની ધામિઁક સમારોહ યોજવાની પ્રણાલીને આ વખતે બદલી હતી. કોરોના મહામારીથી ઉભી થયેલી પરિસ્થિતિને અનુલક્ષીને સંસ્થાએ આગોતરા જાહેરાત કરી દર વર્ષે યોજાતો ભવ્યાતિભવ્ય સમારોહ રદ કર્યો હતો. જોકે, બ઼હ્મસમાજના પ્રમુખ હર્ષદભાઈ ત્રિવેદીએ વ્યાપ્ત પરીસ્થિતીને છાજે એવો નિર્ણય લઈ ભગવાન પરશુરામજીને ધરવામાં આવતો રસોઈરૂપી પાકા રાજભોગ પ્રસાદને બદલે કાચા રાશન (અન્ન)નો અન્નકુટ પ્રસાદ પરશુરામ ભગવાન સન્મુખ ધરાવીને અન્ન (રાશન) પ્રસાદને તાલુકાના તમામ જરૂરીયાતમંદ બ઼હ્મસમાજ સંસ્થાના ભૂદેવ પરીવારને કોઈ પ્રસિદ્ધિ,જાહેરાત કે ફોટોસેશન વગર રાશનકિટ રૂપે વિતરણ કર્યું હતું.

- text

અત્રે ઉલ્લેખનિય છે કે, ભગવાન પરશુરામ જન્મોત્સવ પ્રસંગે ભૂદેવો પ્રતિ કુણી લાગણી અને આદરભાવ રાખતા પંથકના અન્ય સમાજના સમાજ શ્રેષ્ઠી, યજમાનોનુ સન્માન અને ૠણ સ્વિકાર, સત્કાર કાર્યક્રમ પણ હાલ મોકુફ રાખવામાં આવ્યો છે. જો કે બ઼હ્મ સંસ્થાના પ્રમુખ હર્ષદભાઈ ત્રિવેદીએ જાહેરાત કરી હતી કે, લોકડાઉનમા સતત ઘરે રહી સરકારના આદેશનુ પાલન કરનારાઅોનુ સમય આવ્યે જાહેર સન્માન કરવામાં આવશે અને તેઓને “સમાજ રક્ષક”નું બિરૂદ આપવામાં આવશે. આ માટે સમાજના લોકોને તેઓએ લોકડાઉનનું સાતત્યપૂર્ણ અને સમોચીત પાલન કરવાની અપીલ કરી હતી.

- text