હળવદના મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાઈ

- text


પ્રતિબંધિત જાહેર કરાયેલા રસ્તા ઉપર ડીવાયએસપી, આસિસ્ટન્ટ કલેકટર, મામલતદાર, પી.આઈ સહિતના અધિકારીઓએ ફ્લેગ માર્ચ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો

હળવદ : હળવદ શહેરમાં ગઈકાલે જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોકથી લક્ષ્મી નારાયણ ચોક સુધી અને બ્રાહ્મણની ભોજનશાળાથી સરા ચોકડી સુધીના વિસ્તારને પ્રતિબંધિત જાહેર કરાયો છે. ત્યારે આજે ડીવાયએસપી વાય. એમ. પઠાણ, આસિસ્ટન્ટ કલેકટર ગંગાસિંહ, મામલતદાર વી. કે. સોલંકી, પી.આઈ. સંદીપ ખાંભલા, પીએસઆઇ પી. જી. પનારા, મોરબી ક્રાઈમ બ્રાન્ચ સ્ટાફના ઇશ્વરભાઇ રબારી સહિતના સ્ટાફ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ફ્લેગ માર્ચ યોજી પરિસ્થિતિનો તાગ મેળવાયો હતો.

- text