મોરબી ઓટોમોબાઇલ્સ એસોસીએશન દ્વારા દુકાન બપોર સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય

- text


મોરબી : મોરબી જિલ્લા કલેકટર દ્વારા ઓટોમોબાઇલ દુકાનોને આખો દિવસ ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ હજુ પણ કોરોના સંક્રમણનો ભય યથાવત છે. તેથી, મોરબી ઓટોમોબાઇલ્સ એસોસીએશન દ્વારા દુકાન માત્ર સવારે 8 થી 12 કલાક દરમિયાન ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ દુકાન ખુલ્લી રાખવા સમયે સેનેટાઈઝર, માસ્કનો ઉપયોગ કરવા, સામાજિક અંતર જાળવવા તેમજ પ્રશાસનને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે. તેમ એસોસિએશનના પ્રમુખ ત્રિભુવનભાઈ યાદીમાં જણાવેલ છે.

- text