લોકડાઉનમાં પણ રક્તદાન માટે યુવા આર્મી ખડેપગે : હળવદની મહિલાને રક્તદાન કરાયું

- text


મોરબી : દેશવ્યાપી લોકડાઉનને પગલે લોકોને પડી રહેલી સમસ્યા દુર કરવા સામાજીક સંસ્થાઓ કોરાના વોરીઅર્સ બની મેદાનમાં ઉતરી આવી છે ત્યારે મોરબીમા દર્દીઓની ઇમરજન્સી રક્તની જરુરીયાત પુરી પાડવા માટે જાણીતું અને આ લોકડાઉન દરમિયાન પણ રક્ત વગર દર્દીઓની સારવારમા જોખમ ન સર્જાય તે માટે યુવા આર્મી ગ્રુપ દિવસ હોય કે રાત કોઈપણ સમયે રક્તની ઈમરજન્સી જરુરીયાત પુરી કરવા માટે ખડેપગે રહે છે તથા લોકડાઉન શરૂઆતથી લઈને લોકડાઉન સુધી જરુરીયાતમંદ લોકો માટે ભુખ્યા સુધી ભોજનનુ પણ સેવાયજ્ઞ ચલાવીને માનવતા મહેકાવી રહી છે.

- text

એવામા લોકડાઉન દરમિયાન હળવદના યુનિક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયેલ સોનલબેનને 17 એપ્રિલની મધરાત્રે લેબર પેઈનને કારણે AB+ રક્તની તાત્કાલિક જરૂરિયાત ઉભી થઈ જતા તેમના પરીજનો દ્વારા રાત્રે જ મોરબી આવી સંસ્કાર બ્લડ બેંકનો સંપર્ક કરવામાં આવ્યું હતું પરંતુ બ્લડ બેંકમા AB+ રક્ત હાજરમા ના હોવાથી દર્દી ના પરીજનો મુંઝવણમા મુકાયા હતા ત્યારે કોઈએ તેમને યુવા આર્મી ગ્રુપના હેલ્પલાઇન મો. નં. 93493 93693 પર સંપર્ક કરવાની સલાહ આપી હતી. જેના પગલે યુવા આર્મી ગ્રુપ દ્વારા ગ્રુપના સભ્યોને સુચન કરવામાં આવતા ગ્રુપના સભ્ય રવીભાઈ આદ્રોજા એ રાત્રે જ રક્તદાન કરીને આ મહિલા દર્દીને AB+ રક્તની જરુરીયાત પુરી પાડી હતી. માટે દર્દીના પરીજનો દ્વારા આ મુશ્કેલીના સમયમા મદદરૂપ થવા બદલ યુવા આર્મી ગ્રુપ મોરબીનો આભાર માન્યો હતો.

- text