મોરબી : કટર મશીનથી દરવાજો કાપી ફસાયેલા શ્વાનને બચાવાયું

- text


કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા દરવાજામાં મોં ફસાયેલા શેરી શ્વાનનું અડધી રાત્રે રેસ્ક્યુ ઓપરેશન

મોરબી : શહેરના આલાપરોડ સ્થિત પટેલ નગરમાં ગઈ મોડી રાત્રે એક શ્વાનનું મોં દરવાજામાં ફસાઈ જતા શ્વાને ભસવાનું શરૂ કર્યું હતું. દર્દથી કણસતા શ્વાનની સ્થિતિનો સ્થાનિકોને ખ્યાલ આવતા રાત્રે 3 વાગ્યે કર્તવ્ય જીવદયા કેન્દ્રના સભ્યને જાણ કરવામાં આવતા કર્તવ્ય જીવદયા કેન્દ્રના સભ્ય દ્વારા સ્થળ પર પહોંચી શ્વાનને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. ભારે જહેમતના અંતે દરવાજામાં ફસાયેલા શ્વાનનું મોં સફળતા પૂર્વક બહાર કાઢી લેવામાં આવ્યુ હતુ. આ પ્રકારની કોઈ પણ રેસ્ક્યુ કામગીરી માટે કર્તવ્ય જીવદયા કેન્દ્ર, કર્તવ્ય એનિમલ હેલ્પલાઇન મો.7574885747 પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text