ઘુનડા (સ.) ગામમાં બીજીવાર દવાનો છંટકાવ કરી સેનેટાઇઝેશન કરાયું

- text


ગ્રામ પંચાયતના ભંડોળમાંથી જરુરી કીટ લઈ આવી આશરે ૪૦ હજાર ખર્ચ કરી મચ્છર-માખીના ઉપદ્રવથી થતા રોગોને અટકાવવા પ્રશંસનિય કામગીરી

- text

હડમતીયા : ટંકારાના ઘુનડા (સ.) ગામ હંમેશા વિકાસશીલ રહ્યુ છે ત્યારે કોરાના જેવી મહામારી સામે લડવા સક્ષમ હોય, તેમ ગ્રામ પંચાયતના સરપંચ પ્રવિણભાઈ રંગપરીયાના અથાગ પ્રયત્નથી ગામના યુવાનોનું સેવાભાવી “શ્રી બજરંગ યુવક મંડળ”ના સહયોગથી બીજીવાર ગામની ગલીઓમાં દવાનો છંટકાવ કરી સેનેટાઈઝેશન કર્યું હતું. સરપંચ પ્રવિણભાઈ રંગપરીયાના માર્ગદર્શન હેઠળ તમામ કીટ જેવી કે કંપ્રેશર, મશીન, પાઈપ, દવા, જેવી પંચાયતના ભંડોળમાંથી આશરે ૪૦ હજાર ખર્ચ કરી કીટ તૈયાર કરીને કાયમ માટે વર્ષમાં જરુર પડયે છંટકાવ કરી ગામને સ્વચ્છ રાખવાનો નિર્ણય બીજા અનેક ગામને રાહ બતાવશે. આ કામનું ઓપરેટ ગામના જ “શ્રી બજરંગ યુવક મંડળ” દ્વારા કરવામા આવશે, તેવું મંડળના પ્રમુખ સોમનાથભાઈ મુળજીભાઈ શેરસીયાએ જણાવ્યુ હતું.

- text