મોરબી કોલ એસોસિએશન દ્વારા કોરોના રાહત ફંડમાં રૂ. 7.37 લાખનું અનુદાન

- text


કોરોનાની મહામારીને હરાવવા કોલ એસોસિએશન પણ આગળ આવ્યું

મોરબી : કોરોનાની મહામારીને હરાવવા માટે મોરબીના દરેક ઉધોગકારો પોતાની સામાજિક નૈતિક જવાબદારી નિભાવવા આગળ આવીને પીએમ તથા સીએમ રાહત ફંડમાં અનુદાનની સરવાણી ,રહ્યા છે ત્યારે મોરબીનું કોલ એસોસિએશન પણ કોરોનાની લડાઈ માટે આગળ આવ્યું હતું અને પીએમ તથા સીએમ રાહત ફંડમાં રૂ.. 7.37 લાખનું અનુદાન જમા કરાવ્યું હતું.

- text

મોરબી કોલ એસોસિએશન દ્વારા કોરોનાની લડાઈ માટે પીએમ અને સીએમ રાહત ફંડમાં .રૂ 7.37 લાખનું અનુદાન આપવામાં આવ્યું છે. તેમાં પટેલ કોલ એલએલપી દ્વારા રૂ.51 હજાર, ઇગલ કોર્પોરેશન દ્વારા રૂ. 22 હજાર, નેચરલ કોલ રૂ. 11,111, નેચરલ ફ્યુલ દ્વારા રૂ. 11,111, શ્રીનાથજી કોલ દ્વારા રૂ. 11, હજાર, શિવમ બ્લેક રોક દ્વારા રૂ. 51 હજાર, શ્યામ કોલ દ્વારા રૂ. 51 હજાર, સત્યમ કોલ દ્વારા રૂ. 21 હજાર, ધરતી કોર્પોરેશન દ્વારા રૂ. 25 હજાર, રામા કોર્પોરેશન દ્વારા રૂ. 11,111, જયદીપ એન્ટરપ્રાઈઝ દ્વારા રૂ. 25 હજાર, કુબેર કોર્પોરેશન દ્વારા રૂ.1,11,111, યુનાઈટેડ કોલ દ્વારા રૂ. 25 હજાર, ફોશિયલ ફ્યુલ દ્વારા રૂ. 50 હજાર, ટેકનો ફાયર દ્વારા રૂ. 1.50 લાખ, શિવાય કોલ કોર્પોરેશન દ્વારા રૂ. 50 હજાર, હરિ કોલ કોર્પોરેશન દ્વારા રૂ. 50 હજાર, પનારા ટ્રેડલિંક દ્વારા રૂ.11 હજારની ધનરાશીનો સમાવેશ થાય છે.

- text