મોરબીમાં અમુક રેશનિંગની દુકાનોમાં ભીડ ઉમટી : સામાજિક અંતરની વ્યવસ્થાનો અભાવ

- text


મામલતદારે દોડી જઈને લોકોને સામાજિક અંતર રાખવા અને રેશનિંગના દુકાનદારોને સરકારની ગાઈડ લાઈનનું પાલન કરવાની સૂચના આપી

મોરબી : મોરબીમાં એપીએલ 1 કેટેગીરી ધરાવતા રેશનિંગ ધારકો માટે આજથી દરેક રેશનિંગની દુકાનોમાં વિનામૂલ્યે રાશનનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે પણ અમુક રેશનિંગની દુકાનોમાં રાશનના વિતરણનો લાભ લેવા લોકોની ભીડ જામી હતી અને સામાજિક અંતર પણ જળવાયું ન હતું. આ પ્રકારની ફરિયાદ ઉઠતા મામલતદાર રેશનિંગની ફૂંકાનોમાં દોડી ગયા હતા અને લોકો વચ્ચે સામાજિક અંતરની વ્યવસ્થા કરી હતી તેમજ દુકાનદારોને સરકારની ગાઈડ લાઈનનું પાલન કરવાની કડક સૂચના આપી હતી.

- text

મોરબીમાં આજથી એપીએલ 1 કેટેગીરીના લોકોને વિનામૂલ્યે રાશન આપવાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જો કે સરકારની ગાઈડ લાઈન મુજબ રાશનની વિતરણની યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આજે રેશનકાર્ડનો છેલ્લો આંક 1, 2 હોય તેવા લોકોને રાશન વિતરણ કરવામાં આવ્યું હતું. જો કે મોટાભાગની સસ્તા અનાજની દુકાનોમાં સરકારની આ ગાઈડ લાઈનનું પાલન થતું હોય ભીડ જોવા મળી ન હતી. પણ અમુક રેશનિંગની દુકાનોમાં સરકારની આ ગાઈડ લાઈનનું પાલન ન થતું હોવાની ફરિયાદ ઉઠી હતી. આથી, લોકોની વધુ ભીડ પણ ઉમટી હતી અને સામાજિક અંતર પણ જળવાયું ન હતું. જેમાં 100 વધુ લોકો ભેગા થયા હોવાની મામલતદારને ફરિયાદ મળી હતી. રેલવે એમ્પ્લોય યુનિયનની સસ્તા અનાજની દુકાનમાં આ પ્રકારની ફરિયાદ મળતા મામલતદાર ત્યાં દોડી ગયા હતા અને લોકોને સામાજિક અંતર રાખવા અને દુકાનદારને આજની તારીખના લોકોને રાશન આપવાની તાકીદ કરી હતી.

- text