ટંકારામાં લોકડાઉન વચ્ચે બે જગ્યાએ જાહેરમાં જુગાર રમતા 11 ઝડપાયા

- text


ટંકારા : લોકડાઉનની સ્થિતિ વચ્ચે ટંકારામાં બે અલગ અલગ બનાવોમાં જાહેરમાં ગંજીપત્તાનો જુગાર રમતા કુલ 11 પત્તાપ્રેમીઓને ઝડપી પોલીસે જુગરધારાની કલમ 12 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

ટંકારાના સંધીવાસ પાસે આવેલી જુમ્મા મસ્જિદ પાસે જાહેર શેરીમાં ગંજીપત્તા વડે હારજીતનો જુગાર રમતા આસિફ હાજીભાઈ જુણાંચ, ઇકબાલ ઉંમરભાઈ ચૌહાણ, રફીક આદમભાઈ સરવદી, મોહસીન હનીફભાઈ સંખેરા, ઇમરાન હુસેનભાઈ ઉમરડીયા, હાજીશા હુસેનશાને 11900 રૂપિયાની રોકડ રકમ સાથે તથા જબલપુર ગામના પાટિયા પાસે, ઈંટોના ભઠ્ઠા નજીકથી કાળુભાઇ મકનભાઈ સલાણી, રમેશ રામજીભાઈ સાલાણી, કિશોરભાઈ લાલજીભાઈ ચૌહાણ, બચુભાઇ કેરૂભાઈ અમલેરા, અજિત ચનાભાઈ નદીયાપરાને 3630 ની રોકડ રકમ સાથે તીનપત્તિનો જુગાર રમતા ઝડપી પાડી જુગારધારાની કલમ 12 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text