મોરબી : SBIના નિવૃત કર્મીઓના દસ દિવસના પેન્શનની રકમ એકત્ર કરી રાશન કીટનું વિતરણ કરાયું

- text


મોરબી : કોરોના મહામારીના પડકારના સમયે કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે સમાજની દરેક વ્યક્તિ પોતાનું યોગદાન આપી રહી છે ત્યારે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા-મોરબી જિલ્લાના નિવૃત્ત કર્મચારીઓ અને અધિકારીઓએ તેમના એકથી દસ દિવસની પેન્સનની રકમ એકઠી કરી મોરબીના એવા કુટુંબો કે જેમની પાસે આજીવિકાનું કોઈ સાધન નથી. તેમજ ઘણાં પાસે રેશનકાર્ડ પણ નથી. તેવા 67 કુટુંબના ઘરે જઇ ભરતભાઈ કનૈયા, વિજયભાઈ રાવલ અને ભરતભાઈ પંડ્યાએ આવશ્યક ચીજવસ્તુઓની સાથે રાશન કીટ પૂરી પાડી છે.

- text