મોરબી જિલ્લામાં જાહેરનામા ભંગ બદલ 70 સામે ગુન્હો નોંધાયો

- text


મોરબી તાલુકામાંથી જુગારધારામાં 4 ઝડપાયા 

મોરબી : લોકડાઉનના 10માં દિવસે મોરબી જિલ્લામાંથી જાહેરનામા ભંગ સબબ 70 લોકો સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે 4 લોકો સામે જુગારધારાની કલમ 12 હેઠળ ગુન્હો રજીસ્ટર કરી તેઓની અટકાયત કરવામાં આવી છે.

- text

લોકડાઉન જાહેરનામાના ભંગ બદલ મોરબી સીટી.એ.ડીવી.માં 27, બી.ડીવી.માં 17 મોરબી તાલુકામાં 06, વાંકાનેર સીટી વિસ્તારમાં 6, વાંકાનેર તાલુકામાં 7, હળવદ પો.સ્ટે.વિસ્તારમાંથી 7 આમ કુલ મળી 70 નાગરિકો સામે ગુન્હો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં અને તંત્રની આટઆટલી અપીલો છતાં અમુક લોકો જાહેરનામાનો ભંગ કરતા હોવાથી ઝડપાયેલા લોકો સામે સખ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

મોરબી તા. પોલીસ સ્ટે.ના બેલા ગામથી ભરતનગર જવાના રસ્તે જાહેરમાં ગંજીપતાનો જુગાર રમતા 4 શખ્સોને ઝડપી લઈ જુગારધારાની કલમ 12 મુજબ કાર્યવાહી હાથ ધરાઈ છે.

- text