મોરબીમાં પુત્ર સાથે આપઘાત કરી લેનાર મૃતક પરિણીતા સામે હત્યાનો ગુનો નોંધાયો

- text


ગામડે રહેવા જવું ન હોવાથી 22 ફ્રેબ્રુઆરીએ પરિણીતાએ પુત્ર સાથે મચ્છુ ડેમમાં ઝંપલાવીને આપઘાત કર્યાનું ખુલ્યું

મોરબી : મોરબી નજીક આવેલ મચ્છુ ડેમમાં ગત 22 ફ્રેબ્રુઆરીએ પુત્ર સાથે આપઘાત કરી લેનાર મૃતક પરિણીતા સામે તેના પતિએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે મૃતક પરિણીતા સામે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે ગામડે રહેવા જવું ન હોવાથી પરિણીતાએ પુત્ર સાથે મચ્છુ ડેમમાં ઝંપલાવીને આપઘાત કર્યાનું ખુલ્યું છે.

- text

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ હરિઓમ પાર્ક સોસાયટીમાં રહેતી ગીતાબેન કનૈયાલાલ જીવાણી નામની પરિણીતાએ પોતાના નવ વર્ષના પુત્ર યશ સાથે મોરબીના જોધપર ગામે આવેલ મચ્છુ ડેમમાં ગત તા.22 ફ્રેબ્રુઆરીના રોજ ઝંપલાવી દીધું હતું. જેથી, પાણીમાં ડૂબી જવાથી માતા-પુત્ર બન્નેના કરુણ મોત નિપજ્યા હતા. દરમિયાન મૃતકના પતિ કનૈયાલાલ દેવરાજભાઈ જીવાણીએ તેના મૃતક પત્ની ગીતાબેન સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે મૃતક ગીતાબેન કનૈયાલાલ જીવાણીને પતિ કનૈયાલાલ સાથે ગામડે રહેવા જવા બાબતે બોલાચાલી થતા તેણીને ગામડે રહેવા જવું ન હોય. જેથી, લાગી આવતા તેનો પતિ કામે ગયા બાદ પોતાના દીકરા યશને એકટીવામાં સાથે લઇ જઈ જોધપર નદી ગામે આવેલ મચ્છુ નદીના ડેમના પાણીમા પડીને પોતે તથા પોતાના દીકરાને પાણીમાં ડુબાડી દઈ મોત નીપજાવ્યુ હતું. આ મામલે તાલુકા પોલીસે મૃતક પરિણીતા સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text