હળવદ વેપારી મહામંળનો નિર્ણય : લોકડાઉનમાં આવશ્યક ચીજવસ્તુઓની દુકાન એકાંતરા ખુલ્લી રહેશે

- text


નિયમનો ભંગ કરનાર દુકાનદાર વિરુદ્ધ તંત્રને સાથે રાખી કાર્યવાહી કરાશે : વિનુભાઈ પટેલ

હળવદ : વૈશ્વિક મહામારી જાહેર થયેલા કોરોના વાયરસ એ ભારે હાહાકાર મચાવ્યો છે ત્યારે લોકડાઉનના નવમા દિવસે હળવદ વેપારી મહામંડળ દ્વારા શહેના તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે આવતીકાલથી શહેરમાં આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો દરરોજ નહી પરંતુ એકાંતરા ખુલ્લી રાખવાનો નિર્ણય કરાયો છે. જેની શહેરમાં આવશ્યક ચીજ-વસ્તુઓની દુકાનો ખુલ્લી રાખતાં તમામ વેપારીઓને આ નિર્ણય ધ્યાને લેવા અપીલ કરાઇ છે. જો કે આ નિર્ણયનું પાલન નહીં કરનાર દુકાનધારક વિરુદ્ધ વેપારી મહામંડળ તંત્રને સાથે રાખી કાર્યવાહી કરશે તેમ પણ જણાવાયું છે.

કોરોના વાયરસની મહામારીને પગલે હળવદમાં તંત્રની સાથે વેપારી મહામંડળ પણ બનતો તમામ સહકાર આપી રહ્યું છે. જ્યાંથી લોકડાઉન જાહેર કરાયું છે ત્યારથી હળવદ શહેરમાં આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો સવારે સાતથી બપોરના બાર વાગ્યા સુધી ખુલ્લી રહેતી હતી પરંતુ આ સમયગાળા દરમિયાન લોકોની વધુ ભીડને કારણે આજ રોજ સર્કીટ હાઉસ ખાતે વેપારી મહામંડળના પ્રમુખ વિનુંભાઈ પટેલ દ્વારા એક ખાસ બેઠક બોલાવી હતી.

- text

જેમાં નક્કી કરાયું હતું કે આવતીકાલે એટલે કે શુક્રવારથી હળવદ શહેરમાં આવશ્યક ચીજવસ્તુઓ માટેની દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે. તે વેપારીઓએ પોતાની દુકાનો સવારે આઠથી બપોરના અગીયાર વાગ્યા સુધી ખુલ્લી રાખવાની રહેશે. તે પણ એકાંતરા એટલે કે તારીખ ૩/ ૫/ ૭/ ૯/૧૧/૧૩/૧૫ ના રોજ દુકાનો ખુલ્લી રાખી શકાશે. જ્યારે તારીખ /૪/૬/૮/૧૦/ ૧૨ અને ૧૪ના રોજ બંધ રાખવાની રહેશે. જેની સર્વે વેપારીઓએ તેમજ શહેરીજનો અને ગ્રામ્ય વિસ્તારના લોકો એ નોંધ લેવા જણાવ્યું છે.

આ અંગે વેપારી મહામંડળના પ્રમુખ વિનુભાઈ પટેલ એ જણાવ્યું હતું કે હાલ જે સમય દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રહે છે ત્યા મોટાભાગે લોકોની ભીડ જોવા મળતી હોય છે. તેમજ ઘણા લોકો આવશ્યક ચીજવસ્તુઓ લેવા જવાના બહાને પણ બિનજરૂરી બહાર નીકળતા હોય છે. જેથી, લોકોના સ્વાસ્થ્યને ધ્યાને લઇ વેપારી મહામંડળ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેને સાથ સહકાર આપવા નમ્ર અપીલ છે.

- text