કોરોના સંદર્ભે મોરબી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા મુખ્યમંત્રીના રાહત ફંડમાં રૂ. 6,48,000નું આર્થિક યોગદાન

- text


રૂ. 3,48,000ના ફૂડ પેકેટોનું ગરીબોને વિતરણ

મોરબી : હાલમાં ગુજરાત સરકાર કોરોના જેવી જીવલેણ મહામારીનો દ્રઢતા અને વીરતાપૂર્વક સામનો કરી રહી છે. મોરબી જિલ્લાની સ્વનિર્ભર (પ્રાઇવેટ) ખાનગી શાળાઓ દેશ અને રાજયમાં અત્યાર સુધીમાં આવી પડેલ તમામ આપત્તિ સમયે મદદરૂપ થવામાં અગ્રેસર રહયું છે. હાલમાં પણ કોરોના જેવી જીવલેણ મહામારીમાં દેશના એક સાચા નાગરિક અને એક સાચા શિક્ષણદાતા તરીકે સરકારની પડખે રહેવાની નૈતિક ફરજ બજાવવા તત્પર છે. કોરોના જેવી મહામારીનો સામનો કરવામાં ઘણા પાસાઓ મહત્વનો ભાગ ભજવે છે. જે પૈકી આર્થિક પાસું ખૂબ જ અગત્ય ધરાવે છે.

- text

જે સંદર્ભે મોરબી સ્વનિર્ભર (પ્રાઇવેટ) શાળા સંચાલક મંડળ અને તેની સંલગ્ન શાળાઓમાંથી કુલ 6,48,000 (છ લાખ અડતાલીશ હજાર રૂપિયા પૂરા) આર્થિક યોગદાન મળેલ છે. જે રકમમાંથી મંડળના પ્રમુખ મનોજભાઈ ઓગાણજા, ઉપપ્રમુખ નિલેશભાઈ કુંડારિયા તેમજ મંત્રી નરેશભાઈ સાણજા દ્વારા કલેકટરને મુખ્યમંત્રીના રાહત ફંડમાં રૂ 3,00,000 (ત્રણ લાખ) રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવેલ છે. આ અનુદાન ઉપરાંત બાકીની 3,48,000 (ત્રણ લાખ અડતાલીશ હજાર) રૂપિયામાંથી સ્વનિર્ભર (પ્રાઇવેટ) શાળાઓના સંચાલકો દ્વારા ગરીબો માટે ફૂડ પેકેટ વિતરણની કામગીરી પણ ચાલુ છે.

- text