મોરબીમાં જાહેરમાં ટોળા એકત્રિત થવા સામે એ ડિવિઝનની કડક કાર્યવાહી : 17 સામે નોંધાયો ગુનો

- text


 

મોરબી : મોરબીમાં લોકડાઉનનો ભંગ કરીને જાહેરમાં ટોળા એકત્રિત થવા સામે એ ડિવિઝને કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં આજે પોલીસે 4 ટોળાને પકડી પાડી કુલ 17 લોકો સામે જાહેરનામાના ઉલ્લંઘનનો ગુનો દાખલ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

હાલ કોરોનાની મહામારીના કારણે લોકડાઉન અમલી છે. જેમાં આવશ્યક કામ વગર બહાર નીકળવા પર પ્રતિબંધ છે. તેમ છતાં ઘણા લોકો લટાર મારવા માટે બહાર નીકળી માત્ર પોતાના જ નહીં પરંતુ પોતાના પરિવાર અને સમગ્ર સમાજ ઉપર મોટું જોખમ ઉભું કરી રહ્યા છે. આવા લોકો સામે આજે એ ડિવિઝન પોલીએ કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે.

- text

એ ડિવિઝન પોલીસે આજે ત્રણ ટોળાને પકડી પાડ્યા હતા. જેમાં મહેન્દ્રનગર ચોકડી પાસે પકડાયેલા ટોળામાં વિઠલભાઈ ચતુરભાઈ, અરવિંદભાઈ માવજીભાઈ, રાકેશભાઈ રમેશભાઈ અને જેન્તીભાઈ માધુભાઈ તેમજ ત્રાજપર- ખારી ચાર રસ્તા પાસેથી દિનેશભાઇ મનુભાઈ, નરેન્દ્રભાઈ સોમાભાઈ, અશ્વિનભાઈ કાંતિભાઈ,રામજીભાઇ નાથુભાઈ, રમેશભાઈ છગનભાઇ અને એલઇ કોલેજ પાસે ફિરોજભાઈ અબુભાઈ, રફીકભાઈ મહેબૂબભાઈ, બરકતભાઈ અલીશાભાઈ, મોસીનભાઈ આજીભાઈ, વિપુલભાઈ માધાભાઈ, સોયબભાઈ જુમાભાઈ, કરણભાઈ પ્રવીણભાઈ, અક્ષયભાઈ દલસુખભાઈ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત દુકાન ખુલ્લી રાખનાર ઇકબાલભાઈ અલ્લારખાભાઈ સામે પણ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

- text