જમવા બાબતે ભાઈએ બોલાચાલી કરતા ઝેર પી જનાર યુવતીનું સારવાર દરમ્યાન મોત

- text


વાંકાનેર : તાલુકાના અરણીટીંબા ગામે ગત તારીખ 13ના રોજ નાનાભાઈ સાથે જમવા બાબતે બોલાચાલી થતા લાગી આવતા ઝેર પી જનાર યુવતીનું લાંબી સારવાર બાદ મોત નીપજ્યું છે.

- text

વાંકાનેરના અરણીટીંબા ગામે દાદી સાથે રહેતી 18 વર્ષીય શીતલ કાંતિલાલ સંતોલા નામની યુવતીને ગત 13 માર્ચના રોજ તેના નાનાભાઈ માટે સમયસર જમવાનું ન બનાવી શકતા બોલાચાલી થઈ હતી. આ બાબતનું લાગી આવતા તેણીએ ઝેરી દવા પી લીધી હતી. બનાવ બાદ પ્રથમ મોરબી બાદ રાજકોટ સ્થિત ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. એ દરમ્યાન સારવાર કારગત ન નિવડતા ગત બપોરે તેનું મોત નીપજ્યું હતું. રાજકોટ પોલીસે વાંકાનેર જાણ કરતા તાલુકા પોલીસ મથકના આઈએસઆઈ વી.ડી.મેતાએ વધુ તપાસ હાથ ધરી છે.

- text