બંધુનગર નજીક માલગાડીની હડફેટે ચડેલો પ્રારપ્રાંતિય યુવાન ઇજાગ્રસ્ત

- text


મોરબી : કોરોનાના કહેરને લઈને હાલ જાહેર પરિવહનના દરેક વિકલ્પો બંધ થઈ ગયા છે. પેસેન્જર ટ્રેન પણ નથી ચાલી રહી ત્યારે મોરબીથી વાંકાનેર તરફ જતા હાઇવે પર બંધુનગર ગામ નજીક આવેલા રેલવે ફાટક નજીક ગત મોડી રાત્રે એક પરપ્રાંતીય યુવક સંભવતઃ માલગાડીની હડફેટે ચડી જતા ઇજાગ્રસ્ત હાલતમાં યુવકને સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડાયો છે.

- text

બંધુનગર ગામ નજીક આવેલા રેલવે ફાટક નંબર 15 નજીક ગત મોડી રાત્રે ત્રણ વાગ્યાના અરસામાં 20 વર્ષીય છોટુભાઈ મારાભાઈ ઢીમ્મર (રહે. જેટ ગ્રેનાઈટ ઢૂંવા) નામનો યુવાન કોઈ ટ્રેનની હડફેટે ચડી જતા ઘાયલ સ્થિતિમાં હોસ્પિટલે ખસેડાયો છે. હોસ્પિટલ તંત્રએ બનાવની જાણ કરતા મોરબી તાલુકા બીટ જમાદાર એમ.પી.ચાવડાએ હોસ્પિટલ પહોંચી બનાવની વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે હાલ તમામ વાહન વ્યવહાર બંધ છે ત્યારે યુવાન વતન ભણી જવા ચાલુ ટ્રેનમાં ચડવા જતો હતો કે, અકસ્માતે ટ્રેનની ઠોકરે ચડી ગયો છે કે, આત્મહત્યાની કોશિશ કરી રહ્યો હતો એ યુવાનની પૂછપરછ બાદ સ્પષ્ટ થશે.

- text