મોરબીની અદાલતોમાં તાકીદના કેસો માટે માત્ર 50 ટકા સ્ટાફ જ ફરજ પર રહેશે

- text


મોરબી : હાલની કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાને લઈને મોરબી જિલ્લાની અદાલતોમાં તાકીદની મેટર્સ જેવી કે જામીન અરજીઓ, અરજન્ટ સિવિલ કેસો, રિમાન્ડ અરજીઓ વગેરે જ ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વધુમાં આ અંગે પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ જજ ઓફ મોરબીએ જાહેર કર્યું છે કે તા.23થી 31 માર્ચ સુધી આ અરજન્ટ કેસો માટે કોર્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓમાંથી 50 ટકા કર્મચારીઓએ જ હાજરી આપવાની રહેશે.

- text